Western Times News

Gujarati News

કુંભારિયા જૈન દેરાસર પાસે થયેલી ચોરીમાં બે આરોપીઓની ધરપકડ કરાઈ

કારમાંથી ૮૦ તોલા સોનું અને ૧.પ લાખ રોકડ રકમની ચોરી થઈ હતી

(પ્રતિનિધિ) અંબાજી, કુંભારિયા જૈન દેરાસર ખાતે કાર માંથી ૮૦ તોલા સોનાની અને ૧.૫ લાખ રોકડ રકમની થયેલી ચોરીમા પોલીસને મોટી સફળતા, બે ચોરો ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કુંભારીયા જૈન મંદીર લુંટ મામલામા બુધવારે અંબાજી પોલીસને સફળતા હાથ લાગી છે. ૮૦ તોલા સોનાની અને ૧.૫ લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. જેતવાસ ગામના ૨ આરોપીની પોલીસે ઘરપકડ કરી છે. આરોપીએ કબૂલ્યુકે અમે દારૂ પીધેલી હાલતમાં હતા અને કાર ના કાચ તોડ્‌યા બાદ મુદ્દામાલ લઈને ભાગી ગયા હતા. બંને આરોપીએ નશાની હાલતમાં ચોરી કરી હતી.

અંબાજી પોલીસ અને જિલ્લાની વિવિઘ ૮ ટીમો દ્વારા પોલિસને ૮ દીવસ બાદ સફળતા મળી છે. આ ઘટના મા ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી. અંબાજી ના કુંભારિયા જૈન દેરાસર ખાતે આવેલા સુરતના જૈન પરિવારની કાર માથી ૨ આરોપીઓ ચોરી કરી હતી.

જૈન પરિવાર ૫ નવેમ્બરે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે સુરતથી કાર લઈને કુંભારિયાના જૈન મંદિરે પહોંચ્યા હતા. રાત્રે લગભગ ૯ વાગ્યાના સુમારે તેઓને સંસ્થામાં રૂમ ન અપાતા તેમને મોટો હોલ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ મહેતા પરિવાર તેમનો કિંમતી સામાન કારમાં મૂકીને હોલમાં સૂઈ ગયો હતો. બપોરે ૧૨ થી ૧ વાગ્યાની વચ્ચે ચોર તેની કારમાંથી ૮૦ તોલાથી વધુ સોનું અને ૧.૫ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

પીયૂષ મહેતા તેમના સમગ્ર પરિવાર સાથે અલગ-અલગ સ્થળોએ ફરવા નીકળ્યા હતા અને તે કુંભારિયા જૈન ડેરાસર ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમની કારમાં ૮૦ તોલાથી વધુ સોનું હતું ૫ નવેમ્બરના રોજ રાત્રે ૯ વાગ્યે જ્યારે તે કુંભારિયા ગામના જૈન મંદિરે પહોંચ્યો ત્યારે તેને રૂમ ખાલી હોવા છતાં આપવામાં આવ્યો ન હતો અને પરિવારના તમામ સભ્યો હોલમાં સૂઈ ગયા હતા.

કારનો ડ્રાઈવર પણ અલગ જગ્યાએ ડ્રાઈવર રૂમમાં સૂઈ ગયો હતો, જ્યારે સિક્યુરિટી સ્ટાફ ચેકિંગ માટે નીકળ્યો હતો ત્યારે ચોરોનો અવાજ સાંભળીને એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ જોયું કે ૨ કારના કાચ તૂટેલા છે, ત્યારબાદ પીયૂષ મહેતાને માહિતી આપવામાં આવતા પોલીસના ડેપ્યુટી એસપી ઘટના સંદર્ભે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા,

વિવિધ ટીમોએ આસપાસના વિસ્તારની તપાસ કરી હતી અને પછી તે સ્થળથી ૫૦૦ મીટર દૂર તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ૨ ડોગ સ્કવોડ પણ બોલાવવામાં આવી હતી. પોલીસે અલગ-અલગ ૮ ટીમો બનાવી હતી. ત્યારબાદ આઠ દિવસ બાદ પોલીસ ને આ ચોરીની ઘટનામાં મોટી સફળતા મળી હતી અને બે ચોરોને પકડી અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને મુદ્દા માલ કબજે કર્યો હતો. અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.