૧૮ વર્ષની થાય પછી લગ્ન કરીશું તેમ કહેતાં મોટી કુંકાવાવ રહેતી સગીરાએ દવા પીધી
વડિયાના મોટી કુંકાવાવ ગામે રહેતી એક સગીરાને પ્રેમ થયા બાદ લગ્ન કરવા પ્રેમી પાસે પહોંચી હતી. પરંતુ પ્રેમીએ પુખ્ત થયા બાદ લગ્ન કરીશું તેમ કહેતા લાગી આવ્યું હતું જેને લઈ કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી.
આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સગીરાને બગસરા તાલુકાના ખારી ખીજડીયા ગામે અને હાલ સુરત રહેતા કેયુર કિશોરભાઇ સરવૈયા સાથે પ્રેમસંબંધ હતો. જેથી થોડા દિવસો પહેલા તેના ડોક્યુમેન્ટ લઇને પોતે પોતાની મેળે ઘરેથી ભાગીને સુરત કેયુર સરવૈયા પાસે પહોંચી હતી.
પરંતુ પ્રેમીએ તારી ઉંમર ૧૮ વર્ષની થાય પછી લગ્ન કરીશું તેમ કહી પરત ઘરે મોકલી આપી હતી. જેથી તેને મનમાં લાગી આવતા પોતાની મેળે કપાસમાં છાંટવાની દવા પી લીધી હતી.