Kuno National Park: Africaથી લાવેલ માદા ચિત્તાનું મોત
ભોપાલ, કૂનો નેશનલ પાર્કમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં આફ્રિકાથી લાવવામાં આવેલા એક માદા ચિત્તા સાશાનું મોત થઈ ગયું છે. ૫ વર્ષની સાશનું આજે સવારે ૮.૦૦ કલાકની આસપાસ મોત થઈ ગયું છે. સાશાની કિડની ખરાબ થઈ ગઈ હતી.
નિષ્ણાંતોની એક ટીમ સતત તેની દેખરેખ રાખી રહી હતી. નામીબિયાથી લાવેલા તમામ ચિત્તાને હાલમાં જ ખુલ્લા વાડામાં છોડવામાં આવ્યા હતા. પણ ૨૨ માર્ચે સાશાની તબિયત ખરાબ થઈ હતી, જેને લઈને તેનું રેસ્ક્યૂ કરી ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.Kuno National Park: Leopard female dies
अत्यंत दुःख के साथ सूचित किया जाता है की नामीबिया से लाई गई मादा चीता "साशा" की दुखद मृत्यु आज 27 मार्च को हो गई | दिनांक 22.01.23 को साशा सुस्त पाई गयी थी जिसके पश्चात् उसे क्वारंटाइन बाड़े में लाकर उसके ब्लड सैंपल लेकर परिक्षण किया गया था और kidney infection पाया गया| …. 1/n pic.twitter.com/HAv6fmMFhQ
— Kuno National Park (@KunoNationalPrk) March 27, 2023
ડોક્ટર્સની એક ટીમ સતત ધ્યાન રાખી રહી હતી. પણ કિડની બીમારીથી પીડિત સાશાને બચાવી શક્યા નથી. તેમણે આજે સવારે પાર્કમાં દમ તોડી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સાશા સાથે બીજા ૮ ચિત્તાને પણ વાડામાં છોડ્યા હતા.
હાલમાં જ દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તાનો બીજાે જથ્થો પણ આવ્યો છે, પણ પ્રથમ જથ્થામાં આવેલી સાશા લાંબો સમય સુધી જીવીત રહી શકી નહી. વાઈલ્ડ લાઈફ પીસીસીએફે જૈ એસચૌહાને કહ્યું કે, નામીબિયાથઈ આવેલા સાશા કિડનીની બીમારીથી પીડિત હતી.
जब साशा की ट्रीटमेंट हिस्ट्री नामीबिया से प्राप्त की गयी तो पता चला की 15 अगस्त 22 को नामीबिया में किये गए अंतिम ब्लड सैंपल की जांच में भी Creatinine का स्तर 400 से अधिक पाया गया था जिससे इसकी पुष्टि होती है की साशा को यह बिमारी भारत आने से पहले ही हो गयी थी | … 2/n https://t.co/NEmOQ9DicW
— Kuno National Park (@KunoNationalPrk) March 27, 2023
તેના હાવભાવમા પણ ફેરફાર આ્યો હતો. ડોક્ટર્સની ભારે મહેનત છતાં તેને બચાવી શક્યા નહોતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની પુષ્ટિ થઈ છે કે, કિડનીની બીમારીથી તેનું મોત થયું છે. સાશાના મોત બાદ હવે કૂનોમાં ચિત્તાની સંખ્યા ઘટીને ૧૯ થઈ ગઈ છે.
૧૭ સપ્ટેમ્બરે કૂનોમાં ૮ ચિત્તા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તા લાવ્યા હતા. જેને ૧૮ ફેબ્રુઆરીએ સીએમ શિવરાજે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવની હાજરીમાં કૂનોમાં છુટા મુક્યા હતા. રાજ્ય સરકારે માદા ચિત્તાના મોત બાદ બાકીના ચિત્તાની સુરક્ષા વધારી દીધી છે.SS1MS