Western Times News

Gujarati News

કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ આર્થિક સહાય મળતાં લગ્ન પ્રસંગ દિપી ઉઠ્યો

મારા જેવી અંતરિયાળ વિસ્તારમાં રહેતી દિકરીઓ જાગૃતતા કેળવીને મહત્તમ લાભ લેઃ શીતલબેન વસાવા

ભરૂચ, દિકરી મારી વ્હાલનો દરિયો, જીવનભર છલકાય, માતા-પિતાનું ે જીવન ધન્ય થઈ જાય. દીકરી મારી લક્ષ્મીનો અવતાર, ઉક્ત પંક્તિને ે સાચા અર્થમાં સાર્થક કરતી પિતા સંજયભાઈ વસાવાની ઈચ્છાચ હતી કે તેઓ પોતાની દિકરીના લગ્ન ધામધૂમથી કરવાની ભલે પછી લોકો પાસેથી પૈસા ઉછીના લઈને દેવુ કરવુ પડેે.

ઘણા સામાજીક પ્રસંગોમાં પિતા સામાજીક રીતેેરસમ મુજબ સાદાઈથી લગ્ન તો કરાવી શકતા હોય છે. પરંતુ દિકરીનેેે કરીયાવરમાં કંઈ આપવા આર્થિક રીતે સક્ષમ હોતા નથી. અને ત્યારે જ રાજ્ય સરકારે સંજયનભાઈ વસાવા જેવા અનેક પિતાઓ માટેેેે પોતાની કાળાજાના કટકા સમાન વ્હાલસોઈ દીકરીના કરિયાવર માટેેે કુંવરબાઈનું મામેરૂ, યોજના લઈને વહારે આવે છે.

હું શીતલબેન સંજયભાઈ વસાવા ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના શીર ગામની વતની છું. મારા પિતા પોતે મજુરી કરી અમારા પરિવારનું ભરણપોષણ કરી ગુજરાન કરી રહ્યા છે. મારા પીતાનેેે પણ સહેજ રીતે દિકરીના લગ્નની ચિંતા રહેતી હતી.

વધુમાં તેઓ જણાવતા કહે છે કે અમારી પરિસ્થિતિ એટલી નબળી હતી કે અમોને બે ટંકનું જમી શકાય એટલુ જ આર્થિક ઉપાર્જન થતુ હતુ. બચતના નામેે તો દુકાળ હતો. મારા પિતા પાસે એટલા પૈસા ન હોતા કે તેઓ અમારા સમાજના રીતરિવાજ મુજબ ધામધુમથી લગ્ન કરાવી શકે.

દરેક પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાની દિકરીના સારી રીતે લગ્ન કરી શકે. ભલે પછી લોકો પાસેથી ઉછીના નાણાં લઈ દેવુ કરવુ પડે. મારા પિતાજી સામાજીક રીતરસમ મુજબ લગ્ન તો કરાવી શકતા હતા. પરંતુ મને કરિયાવરમાં માટે કંઈ આપી શકવા અસમર્થ હતા.

પરંતુ આશાના કિરણ સમાન રાજ્ય સરકારશ્રી તરફથી આદિજાતિ કન્યાઓના લગ્ન પ્રસંગ બાદ દિકરીઓને ‘કુંવરબાઈનું મામરૂ’ યોજના હેઠળ આર્થિક સહાય મળી શકે એવું આદિજાતિ કલ્યાણ નિરીક્ષક તરફથી જાણકારી મળતા તેઓ તરફથી નિયત વિધિ પૂર્ણ કરી

અમોનેે આદિજાતિ વિકાસની કચેરી ભરૂચ તરફથી આર્થિક સહાય તરીકે રૂા.૧ર૦૦૦/- (એકે. રૂા.બાર હજાર પૂરા) મળ્યા હતા. જેના દ્વરા હું આજે મારા ઘર વપરાશનો સામાન તથા મારા પિતાનેે તેઓએે લીધેલ આર્થિક સહાયમાં મદદરૂપ થઈ શકી તે બદલ હું સરકારશ્રીનો દિલથી આભાર માનું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.