Western Times News

Gujarati News

120 કરોડની કિંમતનું 12 કિલો કોકેઈન કચ્છમાંથી ઝડપાયું

(એજન્સી)ભચાઉ, ગુજરાતમાંથી નશીલા પદાર્થ ઝડપાવાનો ક્રમ શરૂ જ છે. કચ્છમાંથી ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલો કોકેઈન ઝડપાયું છે. પોલીસે મળેલી બાતમીના આધારે સરક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રવિવારે રાત્રે કોકોઈનના ૧૦ બિનવારસી પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ. ૧૨૦ કરોડ છે.

પૂર્વ કચ્છના એસપી સાગર બાગમરના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને ખારીરોહર સીમમાં આવેલા તળાવ નજીક બાવળની ઝાડી નીચે બિનવારસી હાલતમાં ૧૦ પેકેટ કોકેઈનના મળી આવ્યા હતા. જેમાં અંદાજિત ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલોગ્રામ કોકેઈન ઝડપ્યું છે. અહીંથી સમુદ્રની ખાડી માત્ર દોઢેક કિલોમીટર દૂર છે. તેથી કોઈ દાણચોરો દ્વારા તેને લાવવામાં આવ્યું હોઈ શકે છે.

આ પહેલા ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ગાંધીધામ પોલીસે અહીંથી થોડે દૂર મીઠીરોહર સીમમાંથી ૮૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આ વર્ષે ૪ જૂન ૨૦૨૪ના રોજ ખારીરોહરથી કંડલા જતાં માર્ગ પર ૐઁઝ્રન્ પાઈપલાઈન નજીક બાવળની ઝાડીમાંથી ગુજરાત એ પણ બિનવારસી હાલતમાં પડેલું ૧૩ કિલો કોકેઈન જપ્ત કર્યું હતું.

આમ, છેલ્લાં એક વર્ષમાં ત્રણ વખત એક જ પટ્ટામાંથી અંદાજિત ૧૦૫ કિલોગ્રામ કોકેઈનના પેકેટ કબજે કરાયાં છે. જોકે એકપણ કિસ્સામાં આ પેકેટ અહીં કોણ નાખી ગયું તે જાણી શકાયું નથી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.

શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાતના કચ્છ જિલ્લામાં ૧૨ કિલોગ્રામ કોકીનથી ભરેલા ૧૦ પેકેટ મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૨૦ કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.