કચ્છમાં ભાજપ નેતા વાસણ આહિરનો વિરોધ: લોકોએ પાણીનાં મુદ્દે ઘેર્યા
ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોએ પાણીનાં મુદ્દે ઘેર્યા -સ્થાનિકો દ્વારા વાસણ આહિર સામે રોષ વ્યક્ત કર્યો હતો તો ત્રિકમ છાંગાના સ્થાનિકો દ્વારા પાણી મુદ્દે ઘેર્યા હતા
કચ્છ, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા બાદ હવે ફરી પ્રજા વચ્ચે જતા ઉમેદવારોને પ્રજા દ્વારા તેઓએ તેમના ગામના વિકાસ માટે શું કર્યું તે અંગેનાં પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉમેદવારો દ્વારા તેઓ દ્વારા તેમના વિસ્તારમાં કરવામાં આવેલ કામો અંગે લોકોને જણાવી પણ રહ્યા છે.
કચ્છમાં વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ત્યારે કચ્છમાં ભાપજના નેતા વાસણ આહિર ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા. ત્યારે અંજારમાં સ્થાનિક ઉમેદવારો દ્વારા તેઓને પાણીનાં પ્રશ્ન મુદ્દે ઘેર્યા હતા.કચ્છ જીલ્લો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.
ત્યારે અંજારના ભાજપના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં નીકળતા સ્થાનિક લોકોએ તેઓને પાણીનાં મુદ્દે ઘેર્યા હતા. ત્યારે વાસણાભાઈ આહિર ત્રિકમ છાંગા ગામે પ્રચાર માટે આવ્યા હતા. ત્યારે સ્થાનિક ઉમેદવારોએ તેઓનો વિરોધ કર્યો હતો.
જેનો વીડિયો વાયરલ થતા લોકોમાં વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. અંજારમાં સ્થાનિક ઉમેદવારો દ્વારા વાસણા આહિર સામે રોષ ઠાલવ્યો હતો અને તેઓને નર્મદાના પાણી અંગે પ્રશ્નો પૂછી સ્થાનિકોએ તેઓનો વિરોધ કર્યો હતો.