કચ્છી કોયલ ગીતાબેન રબારીનો VNSGUના “શ્રીરામોત્સવ”માં ભવ્ય લોકડાયરો યોજાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં અંદાજે ૨૫૦૦૦ થી વધુ લોકોએ ગીતાબેનના આ ભવ્ય લોકડાયરાની મજા માણી હતી.
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય, હિન્દુ સ્ટડી વિભાગ દ્વારા “શ્રીરામોત્સવ”ની ઉજવણી ૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામચંદ્રજી ની થીમ પર પારંપરિક સાંસ્કૃતિક કાર્યક્ર્મ યોજાનારી પ્રથમ વિશ્વવિદ્યાલય વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય છે.
તે અંતર્ગત ૨૧ જાન્યુઆરી એ એટલે કે “શ્રીરામોત્સવ” ના છઠ્ઠા દિવસે સાંજે ૭ કલાકે ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અને ‘કચ્છી કોયલ’ના નામ થી જાણીતા શ્રી ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાયો હતો . આ કાર્યક્રમની શરુઆત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી ગીતા રબારી, પૂર્વ કુલપતિ શ્રી ડો.પ્રેમકુમાર શારદા , સેનેટ સભ્ય અને એજ્યુકેશન વિભાગના ડીન
શ્રી ડો.પત્રલેખા બારડ, અન્ય સેનેટ સભ્ય શ્રી ડો.કે.સી. પોરીયા, શ્રી ડો.ભાર્ગવ રાજગુરુ , શ્રી ડો.દિલીપ જોશી, શ્રી ડો.ભાવિન પટેલ , શ્રી ડો.અમિત નાથાણી, શ્રી ડો. સતીશ કાત્રોડિયા, શ્રી ડો.કે.ડી.ચૌહાણ, શ્રી ડો.દિશાંગ બાગરેચા, શ્રી ડો.શુરવીરસિંહ ઠાકોર, પૂર્વ સેનેટ શ્રી ડો.મદનસિંહ અટોદરિયા અને શ્રી ડો.નીતીશ રાજગુરુ, સિન્ડિકેટ સભ્ય શ્રી કનુ ભરવાડ, શ્રી હસમુખ પટેલ , શ્રી સંજ્ય લાપસીવાલા
, શ્રી કિરણ ઘોઘારી અને તેમના , શ્રી ડો.દીપક ભોયે , પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો.કેતન દેસાઈ , શ્રી યોગેશ ભટ્ટ,હિન્દુ સ્ટડી વિભાગના ચેરમેન ડો. અર્પિત દવે , યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ સ્ટડી વિભાગના કો-ઓર્ડીનેટર બાલાજી રાજે, બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર ડો.રેખાબેન ગઢવી, ડો.અદિતિ ભટ્ટ , કાયદાશાસ્ત્ર વિભાગ કો-ઓર્ડીનેટર શ્રી યશોધરા ભટ્ટ, આર્કિટેકચર વિભાગના ડીન શ્રી ડો.રાજેશ મહેતા , બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ભૂષણ વાનખેડે , રામોત્સવ સમિતિના સભ્ય સોનલ લાપસીવાલા , વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ દ્વારા દીપ પ્રજવલન અને સ્વાગત કરીને કરવામાં આવી હતી.
વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીના ભવ્ય લોકડાયરા નું અયોજન કરાયું હતું. તેમની સાથે હાસ્ય કલાકાર શ્રી કમલેશ પ્રજાપતિએ અવનવી રમુજી વાતો થકી વાતાવરણને રમુજી બનાવી દીધું હતું. ગુજરાત રાજ્ય માં સાહિત્ય અને લોકકલા સામાન્ય માનવીના જીવનમાં વણાયેલી છે અને ગુજરાત રાજ્યના દરેક શહેર, ગામડા અને શેરી મહોલ્લામાં યોજવામાં આવતા સાહિત્ય, લોક કલા અને મનોરંજન માટેના કાર્યક્રમ કે જેને આપણે લોક ડાયરા તરીકે ઓળખીએ છીએ
ત્યારે ગીતાબેને તેમના અવાજમાં રહેલી મીઠાશ થકી ભગવાન શ્રી રામચંદ્રજી ના જીવન કિર્તન અને ભજન કરી તેમજ હજારો લોકોનો મોબાઈલ ફોનની દીવા રૂપી ફ્લેશ લાઈટ ઓન કરાવી વિશ્વવિદ્યાલયના વાતાવરણને રામમય બનાવી દીધું હતું. વિશ્વવિદ્યાલયના દરેક વિભાગ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની મહાઆરતી કરી કરવામાં આવી હતી.