Western Times News

Gujarati News

કુવૈતમાં ઓવૈસીએ પાકિસ્તાનના ધજાગરા ઉડાવી દીધા (જૂઓ વિડીયો)

કુવૈત અને બહેરીનમાં આતંકવાદને સમર્થન આપવા અને ખોટા દાવાઓ બદલ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો

નવી દિલ્હી, ઓપરેશન સિંદૂરની સફળતા પછી, ભારતે આતંકવાદના મુદ્દાને વિશ્વ સમક્ષ લાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. આ માટે ભારતે ૭ પ્રતિનિધિમંડળો બનાવ્યા, જેમાં અસદુદ્દીનનો પણ સમાવેશ થાય છે. ઓવૈસી ભાજપના નેતા બૈજયંત પાંડાના બોર્ડનો ભાગ છે. આ પ્રતિનિધિમંડળ દોહા, કતર અને કુવૈતની મુલાકાતે છે. Owaisi exposes Pakistan in Kuwait.

આ પ્રતિનિધિમંડળમાં બૈજયંત પાંડા ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે તાજેતરમાં પાકિસ્તાનીઓની જોકર સાથે સરખામણી કરી હતી, જ્યારે કુવૈત અને બહેરીનમાં આતંકવાદને સમર્થન આપવા અને ખોટા દાવાઓ બદલ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો.

અસદુદ્દીન ઓવૈસીએ માત્ર પાકિસ્તાનની લશ્કરી અને રાજકીય નિષ્ફળતાઓનો પર્દાફાશ કર્યો નથી, પરંતુ તુર્કીની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉભા કર્યા છે. ઓવૈસીના કઠોર શબ્દોએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કડક વલણ વધુ સ્પષ્ટ કર્યું છે. તેમણે પાકિસ્તાની સેના પર કટાક્ષ કરતા કહ્યું કે “નકલ કરવા માટે પણ અકલની જરૂર પડે છે.
કુવૈતમાં આયોજિત એક કાર્યક્રમમાં, સાંસદ ઓવૈસીએ પાકિસ્તાન સેના અને ખાસ કરીને જનરલ અસીમ મુનીર પર નિશાન સાધ્યું અને કહ્યું કે મુનીર એક સો કોલ ફિલ્ડ માર્શલ” છે.

હકીકતમાં જોઈએ તો, ઓવૈસીએ શહબાઝને મુનીર દ્વારા તસવીર ગિફ્ટમાં આપતા કહ્યું કે, પાકિસ્તાનીઓને નકલ કરતા પણ આવડતું નથી, કારણ કે નકલ કરવામાં પણ અકલની જરુર હોય છે. અસીમ મુનીરે શહબાઝ શરીફને આ લડાઈની તસવીર ગિફ્ટમાં આપી હતી, જ્યારે તે તસવીર ૨૦૧૯ના ચીની યુદ્ધાભ્યાસની હતી.

બહરીનમાં ઓવૈસીએ પાકિસ્તાનના એ દાવાને પણ ફગાવી દીધો, જેમાં તેઓ ખુદને આતંકવાદનો શિકાર ગણાવે છે. તેમણે બિંદાસ્ત કહ્યું કે, આતંકવાદની શરુઆત પાકિસ્તાનમાંથી જ થાય છે. જો ત્યાંની સરકાર અને સેના તેને સંરક્ષણ આપવાનું બંધ કરી દે, આ ખતમ થઈ શકે છે.

ઓવૈસીએ પાકિસ્તાનના સમર્થનમાં ઊભેલા તુર્કી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, જો તુર્કી આતંકવાદ વિરુદ્ધ છે તો એર્દોગન એ જણાવે છે કે તેઓ પોતાના જ નાગરિકો પર કેમ બોમ્બ વરસાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.