KYC અપડેટનું કહી મહિલાના ખાતામાંથી પ૯૦૦૦ ઉપાડી લીધા
(એજન્સી) અમદાવાદ, શહેરમાંથી રોજેરોજ બેકમાંથી કે અન્ય કોઈ સ્થળેથી બોગસ કોલ કરીને લોકોના ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. કોઈ લીંક મોકલીને લોકોના પૈસા પડાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ બેંકની વિગતો મેળવી લઈને લોકોનેે છેતરવામાંઅ ાવી રહ્યા છે.
આ તમામ બાબતો વચ્ચે શહેરની એક આધેડ મહિલાના મોબાઈલ પર કોલ આવ્યો હતો અને બેકનુૃં કેેવાયસી અપડેટ કરવાનું કહી મહિલાના ખાતામાંથી પ૯ હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. જે અંગે ક્રાઈમ બ્રાંચે ફરીયાદ નોંધી વધુ તપાસ આદરી છે.
બનાવની જાણવા મળતી માહિતી અનુસાર બોપલમાં રહેતા મનિષાબેન લવકુમાર શાહના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સામે છેડેથી વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ દિપક વર્મા જણાવી તે બેંકમાંથી વાત કરતા હોવાનુૃ કહ્યુ હતુ.
અને મનિષાબેનનો બેકનો કેવાયસી અપડેટ કરવાનુૃ હોવાથી તેમની પાસેથી બેક એકાઉન્ટની વિગતો મેળવી લીધી હતી. સાથે સાથે મનિષાબેનના મોબાઈલમાં એક લીંક મોકલી હતી. જેની ઓટોપી નંબર મેળવી લઈ સાયબર ગઠીયાએે મનિષાબેનના એકાઉન્ટમાંથી પ૯ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.
જે અંગે મેસેજ આવતા મનિષાબેને પોતાના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થઈ હતી. મનિષાબેને આ બાબતે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોેંધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.