એલ. જે. ફિઝિયોથેરાપી કોલેજમાં રાજ્ય કક્ષાએ કોન્ફરન્સ યોજાઈ
કોન્ફેરેન્સના વિષયને ધ્યાનમાં લઈને જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોએ પેપર અને પોસ્ટર દ્વારા કાર્ડિયો, રિહેબ, ન્યુરો પર સ્પર્ધાત્મક પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ, અમદાવાદના સરખેજ ખાતે આવેલ એલ. જે. ફિઝિયોથેરાપી કોલેજમાં તારીખ ૧૬-૧૨-૨૩ અને ૧૭-૧૨-૨૩ના રોજ ૧૪મો ગુજ સ્ટેટ કોÂન્ફડસ ૨૦૨૩ યોજાયો હતો. આ કોન્ફેરેન્સનો મુખ્ય વિષય Integrating Technlogy into Physiotherapy હતો.
આ કોન્ફેરેન્સમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા ડો.રુત્વિજ પટેલ, BJPના વેજલપુર વિસ્તારના MLA અમીત ઠાકર, ડો. યજ્ઞા શુક્રલા જેઓની તાજેતરમાં સેન્ટ્રલ અલાઈડ હેલ્થ કાઉન્સિલમાં ઉચ્ચ અધિકારી તરીકેની નિમણુક થઈ છે. તે માટે કોલેજે તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું. આ સિવાય ડો. યજ્ઞા શુક્લા અમદાવાદ ગર્વમેન્ટ ફિઝયોથેરાપી કોલેજમાં પ્રિન્સિપલ તરીકે પણ કાર્યરત છે.
તેઓની સાથે ડો. અલી ઈરાની જેઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં એક દાયકા સુધી ફિઝિયોથેરાપીસ્ટ તરીકેની ફરજ બજાવી છે. હાલમાં તેઓ મુંબઈ સ્થિત નાણાવટી મેકસ સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં ફિઝયો ડિપાર્ટમેન્ટમાં HoD તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ સાથે માનનીય વાઈસ ચેન્સેલર પ્રોફેસર દીનેશ અવસ્થી, એલજે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મનીષ શાહએ હાજરી આપી હતી.
કોન્ફેરેન્સના વિષયને ધ્યાનમાં લઈને જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોએ પેપર અને પોસ્ટર દ્વારા કાર્ડિયો, રિહેબ, ન્યુરો પર સ્પર્ધાત્મક પ્રદર્શન કર્યું હતું. તેમજ ઘણા અનુભવી પ્રાધ્યાપકો અને પ્રતિનિધિ દ્વારા ફિઝિયોથેરાપી જેવા બીજા ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફેરેન્સમાં ડિલેટ, પેઈન્ટિંગ, ક્વિઝની સ્પર્ધા યોજાઈ હતી.
આ સિવાય ડાન્સ, સિંગીગ, નાઈન એકટ ફેશન શો જેવા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ યોજાયા હતા. આ કોન્ફરેન્સનું સમગ્ર સંચાલન એલ. જે. ફિઝિયોથેરાપી કોલેજના આચાર્ય ડો. પી. ધનાશંકરન અને સંગઠન સચિવ ડો. જલ્પા પરીખ અને સમગ્ર કોલેજ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.