L N Patel ઇંગ્લીશ સ્કૂલનો વાર્ષિકોત્સવ-૨૦૧૯ ઉજવાયો
નેત્રામલી : ઇડર તાલુકાની નવગામ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી વિકાસ ટ્રસ્ટ કૃષ્ણનગર (નેત્રામલી) સંચાલિત ઈંગ્લીશ સ્કૂલ નો વાર્ષિકોત્સવ-૨૦૧૯ ને ટાઉનહોલ ઈડર ખાતે તારીખ ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ સાબરકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ જે.ડી.પટેલ ની અધ્યક્ષતામાં અને સમાજના પ્રમુખ ગણેશભાઇ ની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા મહેશભાઇ કસવાલાઅે ખુલ્લો મુકયો હતો. પ્રારંભમાં કેળવણી મંડળના પ્રમુખ નિલેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા.
મંત્રી કે આર.પટેલે સ્કૂલનો ચિતાર રજુ કર્યો હતો શાળ।ના બાળકોઅે વિવિધ ૨૫ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોને મંત્રમુગ્ધ કરી દિધા હતા કાર્યક્રમમાં દવજીભાઈ એસ.પટેલ લાલોડા અને દિલીપભાઈ બી. પટેલ નેત્રામલી તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી. શાળ।ના શિક્ષકોને પણ સન્માનવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શરાફી મંડળીના ચેરમેન અસ્વિનભાઈ પટેલ સમાજના ઉપપ્રમુખ મોહનભાઇ પટેલ , મત્રી વિનોદભાઇ પટેલ, સમાજના સહમંત્રી હરેશભાઈ પટેલ,સમાજના ખજાનચી કેશુભાઈ પટેલ , મંડળના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ સહીત સમાજના આગેવાનો, મંડળના સભ્યો સહીત મોટી સંખ્યામાં વાલી ભાઈ-બહેનો હાજર રહયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી હતી આભારવિધી સ્કૂલના આચાર્યા કલ્પનાબેન ગોસ્વામી એ કરી હતી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સ્કૂલના ઉત્સાહી શિક્ષક જે.પી.પટેલે કર્યુ હતુ.