મજુરી કરી રૂ. ૩૦૦ કમાતા મજૂરને રૂ.૩૬ કરોડનો ટેક્સ ભરવા ઈન્કમટેક્સની નોટીસ

(એજન્સી)અમદાવાદ, ૩૦૦ રૂપિયાની મજૂરીએ જતા એક મજૂરને ઈન્ક્મટેક્સે નોટીસ ફટકારી છે. જેમાં તેને ૩૬ કરોડ રૂપિયાનો ટેક્સ ભરવા જણાવાયું છે. જેને પગલે મજૂર અને તેનો પરિવાર ચોંકી ઉઠ્યા છે.
સાબરકાંઠાના ઈડરમાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, રોજ ૩૦૦ રૂપિયાની મજૂરીએ જતા મજૂરને ઇન્કમટેક્સ વિભાગે ૩૬ કરોડની નોટિસ ફટકારી છે. હવે આ શ્રમિકની હાલત દયનિય બની ગઈ છે. આ શ્રમિક ખાનગી કંપનીમાં રોજ મજૂરીએ જાય છે. તેમજ રતનપુર ગામે આવાસના ઘરમાં રહે છે. યુવકને રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું હતું.
ઈÂન્દરા આવાસ યોજના અંતર્ગત ૩૬,૦૦૦ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં ૧૨,૦૦૦ની નોકરી કરતા શ્રમિક ઉપર ૩૬ કરોડનો ટેકસ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આભ ફાટ્યું છે. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જો કે કોઈપણ જગ્યાએથી હજુ સુધી કોઈપણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે.
મળતી માહિતી પ્રમાણે, રતનપુર ગામે જીતેશભાઈ મકવાણા પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે હસીખુશી જીવન ગુજારી રહ્યા હતા. જોકે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા ૩૬ કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે. જીતેશભાઈ મકવાણા પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં ૧૨ હજારની નોકરી કરી કુટુંબનું ભરણ પોષણ કરી રહ્યા છે.
તેવા સમયે અચાનક ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ તેમજ ૨૦૨૧-૨૨માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે. જેના પગલે સમગ્ર પરિવાર માથે જાણે કે આભ ફાટી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્્યો છે ત્યારે કોઈપણ પ્રકારનો સહયોગ મળી શક્્યો નથી.
સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવાતા વિવિધ નોટિસ ફટકારતું હોય છે. તેમજ જે-તે વ્યક્તિ સામે કાયદાકીય પગલા પણ ભરાતા હોય છે. જો કે જીતેશભાઈ મકવાણાનું હાલમાં બેંક બેલેન્સ માત્ર ૧૨ રૂપિયા છે.
તેમજ ભૂતકાળમાં ટેક્સ આપવાની જેટલી રકમ પણ આજદિન સુધી એકઠી કરી શક્્યા નથી. તેવા સમય સંજોગે એકસાથે ૩૬ કરોડ રૂપિયા ચૂકવવાની નોટિસ મળતા સ્થાનિકો સહિત પરિવારમાં પણ હડકંપ વ્યાપ્યો છે. તેમજ પરિવાર માટે આ નોટિસ વજ્રઘાત સમાન પુરવાર થઈ છે.
સામાન્ય રીતે ગરીબી જીવન હેઠળ પોતાનું ગુજરાન કરતો પરિવાર સવારે ૨૦૦ રૂપિયાથી ૩૫૦ રૂપિયા સુધીની છૂટક મજૂરી કામકાજ કરી જીવન નિર્વાહ કરી રહ્યો છે. ત્યારે પોતાનાં પિતાની છત્રછાયા ગુમાવી વિધવા માતા પોતાનાં એક દીકરા અને દીકરીની સાથે જીવન ગુજારી રહ્યાં છે
ત્યારે જીતેશ નામના પુત્રને પત્ની તેમજ બે સંતાન છે. બે સંતાનનો પિતા માત્ર ૧૨ હજારની માતબર રકમમાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી કંપનીમાં પટાવાળાની નોકરી કરી અને પત્ની ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે જીતેશ મકવાણા નામના યુવાનના ડોક્્યુમેન્ટ ખોટી ઉપયોગ કરી કરોડો રૂપિયાનો વ્યવહાર થયાનું માની રહ્યો છે.