Western Times News

Gujarati News

ઉત્તર અને પૂર્વ ભારતમાં આવેલા ૩૮ જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનું સ્તર ઓછું

File

દેશના ૧૬૧ જળાશયોમાં ૪૨% પાણી 

(એજન્સી)નવી દિલ્હી, દેશમાં ધગધતી ગરમી શરૂ થઈ નથી, તે પહેલા દેશના જળાશયોમાં પાણીની સંગ્રહ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ જળાશયોમાં પાણી અંગેનો સાપ્તાહિત રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં દેશભરના ૧૬૧ જળાશયોમાં વર્તમાનમાં ૪૨ ટકા પાણી હોવાનું તેમજ એક સપ્તાહમાં ત્રણ ટકા પાણી ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા ૨૫૭.૮૧૨ અબજ ઘન મીટર સામે વર્તમાન સમયમાં ૧૮૨.૮૫૨ બીસીએમ પાણી સંગ્રહ થયેલો છે. આ જળાશયોમાં ૨૭ માર્ચ સુધીમાં કુલ ૭૭.૩૨૪ બીસીએમ એટલે કે ૪૨% ટકા પાણી ભરાયેલું છે. બીજીતરફ રાહતની વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં આ જળાશયોમાં પાણીનો સારો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ જળાશયોના જળસ્તરમાં ઘટાડો થયો છે. ૨૦ માર્ચની સ્થિતિની તુલના કરીએ તો પાણીના જળસ્તરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે ૨૦ માર્ચે ૮૦.૭૦૦ બીસીએમ જળસ્તર હતું, જે હવે ઘટીને ૭૭.૩૨૪ બીસીએમ પર પહોંચી ગયું છે. જોકે આ ઘટાડો છતાં છેલ્લા ૧૦ વર્ષની સ્થિતિ મુજબ વર્તમાન સમયમાં સરેરાસ સારું છે, બીજીતરફ ચિંતાજનક વાત એ છે કે, જેમ જેમ તાપમાન વધતું જશે, તેમ તેમ જળસ્તર ઘટવાની સંભાવના છે.

જો જળાશયોની સ્થિતિને પ્રદેશ મુજબ વાત કરવામાં આવે તો, ઉત્તર અને પૂર્વ ભારતમાં આવેલા ૩૮ જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનું સ્તર સાત ટકાથી આઠ ટકા ઓછું જોવા મળ્યું છે. કેટલાક રાજ્યોમાં જળાશયોમાં પાણીનું સ્તર ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યું છે, જેમાં પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઝારખંડ અને બિહારનો સમાવેશ થાય છે.

રિપોર્ટ મુજબ દક્ષિણ ભારતના પાંચ રાજ્યોના ૪૩ જળાશયોમાં કુલ ૫૪.૯૩ બીસીએમ પાણી સંગ્રહણ કરવાની ક્ષમતા છે, જેની સામે વર્તમાન સમયમાં ૨૧.૨૩ (૩૯ ટકા) પાણી છે. એવી જ રીતે મધ્ય ભારતના ચાર રાજ્યોના ૨૬ જળાશયોમાં ૪૮.૫૮ બીસીએમની સમક્ષા સામે ૨૨.૭૫૫ (૪૭ટકા), પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યોના ૫૦ જળાશયોમાં ૩૭.૩૫ બીસીએમની ક્ષમતા સામે ૧૯.૧૮ (૫૧ ટકા), પૂર્વ ભારતના ૯ રાજ્યોના ૨૭ જળાશયોમાં ૨૧.૬૫ બીસીએમની ક્ષમતા સામે ૯.૪૧ (૪૩ ટકા) અને ઉત્તર ભારતના ત્રણ રાજ્યોના ૪૩ જળાશયોમાં કુલ ૧૯.૮૩ બીસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા સામે વર્તમાન સમયમાં ૪.૭૩ (૨૪ ટકા) પાણી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.