જે ઘરમાં નારીનું માન-સન્માન સાથે આદર થાય છે ત્યાં હંમેશાં લક્ષ્મી વસે છેઃ ભાનુબેન
હેડગેવાર સ્મારક સેવા સમીતીએ મહીલા સંમેલન નારાયણી સંગમનું આયોજન કર્યું
(એજન્સી)અમદાવાદ, ભારતીય સંસ્કૃતિમાં નારીને નારાયણી તરીકે સંબોધવામાં આવે છેતે જ તેમનું સન્માન છે. જે ઘરમાં નારીનું માન -સન્માન સાથે આદર થાય છે. ત્યાં હંમેશા લક્ષ્મી વસે છે. અને પરીવાર હંમેશા સુખી સંપન્ન રહે છે. આ માત્ર નારાયણી જ નહી પણ દેવી શકિતનો સંગમ છે. મહીલાઓ પરીવાર સમાજનું કેન્દ્રબીદુ છે. તેમ શ્રી હેડગોવરે સ્મારક સેવા સમીતી દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલા મહીલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.
નારાયણી સંગમ કાર્યક્રમમાં ૧ર૦૦થી વધુ ઉપસ્થિત મહિલાઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર મહીલા સશકિતકરણ નહી પરંતુ રાષ્ટ્રના પુનરૂત્થાન માટે એકત્રીત થયેલી સ્ત્રી શકિત માતૃ શકિતનો સંગમ છે. મહીલાઓને સ્વચ્છ અને ન્યાયી વાતાવરણની જરૂર છે. જયાં તેઓ દરેક ક્ષેત્રમાં પોતાના સ્વતંત્ર નિર્ણય લેવાની સાથે પોતાનો વિચાર વ્યકત કરી શકે.
આ પ્રસંગે જીટીયુના પ્રોફેસર ડો.શ્રુતિ આણેરાવે જણાવ્યું કે, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં વિવિધ સમાજસેવી સંસ્થાઓ, મહીલા મંડળો, ધાર્મિક સંગઠનો સંવર્ધક સંરક્ષકની ભુમીકા ભજવી રહયાં છે. ભારતમાં વૈદિક કાળથી જ મહીલાઓને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. આપણપે આપણા પરીવારમાં સંસ્કાર, શિક્ષણ સ્વચ્છતા, પર્યાવરણનું જતન, અન્નનો સુચારો ઉપયોગ, માતૃભાષામાં શિક્ષણ વગેરે બાબતે વધુ જાગૃતિ કેળવવી પડશે.
તો જ વિકસીત ભારતના સંકલ્પ ને સૌ સાથે મળીને સાકાર કરી શકીશું. બ્રહ્માકુમારી નેહાબેને મહીલા શકિતને એકત્રીત અને જાગૃત કરવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહીલાઓ અને સમાજ સેવીકાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.