Western Times News

Gujarati News

લક્ષ્ય ‘કિલ’ પછી કરણ સાથે ફરી વખત એક્શન કરશે

મુંબઈ, લક્ષ્યએ જુલાઈ ૨૦૨૪માં નિખિલ નાગેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘કિલ’ સાથે ડેબ્યુ કર્યું. આ એક્શન ફિલ્મ ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહર અને ગુનીત મોંગા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલ ઘણી સરાહના મળી હતી.

ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ પછી તરત કરણે લક્ષ્ય અને અનન્યા સાથે એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ની જાહેરાત કરી હતી.

હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને ૨૦૨૫માં રિલીઝ થવાની છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે લક્ષ્ય હવે ધર્મા સાથે ત્રીજી ફિલ્મમાં પણ કામ કરશે.આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, લક્ષ્ય ધર્મા સાથે વધુ એક એક્શન ફિલ્મ કરી રહ્યો છે.

સૂત્રએ જણાવ્યું, “કરણ જોહરના પ્રોડક્શનની આધુનિક એક્શન ફિલ્મમાં લક્ષ્ય લીડ રોલ કરશે. ‘ચાંદ મેરા દિલ’નું શૂટ પૂરું થાય પછી, આ ફિલ્મ ૨૦૨૫માં ઉનાળા આસપાસ ફ્લોર પર જશે. ‘કિલ’ની જેમ આ ફિલ્મ પણ એક એક્શન થ્રિલર ફિલ્મ છે.” આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલે છે પરંતુ હજુ ફિલ્મનું નામ નક્કી થયું નથી.

હજુ ફિલ્મ પ્રી પ્રોડક્શનના તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,“હજુ સુધી આ ફિલ્મના ડિરેક્ટરનું નામ જાહેર કરાયું નથી પરંતુ ધર્માની ટીમે શાંતિથી આ ફિલ્મનું કામ શરૂ કરી દિધું છે. આ ફિલ્મ માટેનું કાસ્ટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે.

દરેકને આ ફિલ્મની વાર્તા ઘણી ગમી છે અને આ એક ઇમોશનલ ડ્રામા હશે.” આ ઉપરાંત ધર્મા પ્રોડક્શન અક્ષય કુમારની કોર્ટરૂમ ડ્રામા ફિલ્મને રિલીઝ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થશે. ત્યાર બાદ વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ રિલીઝ થશે અને તેના પછી ૨૦૨૫માં ધર્મા પ્રોડક્શન દ્વારા ‘ધડક ૨’ પણ રિલીઝ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.