આમીરની “લાલ સિંહ ચઢ્ઢા” ફિલ્મ બોયકોટ થતાં કરીનાએ લીધો યુ-ટર્ન

અભિનેત્રી કરીના કપૂરે લીધો યુ-ટર્ન: પ્લીઝ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનો બોયકોટ ન કરો: કરીના
લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મની રિલીઝ પહેલાં આમિર ખાને લોકોને અપીલ કરી ફિલ્મને બોયકોટ ન કરવા વિનંતી કરી હતી
મુંબઈ, આમિર ખાનની વિવાદિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. થિયેટર્સમાં ખુબ જ ઓછી માત્રામાં દર્શકો આ ફિલ્મને જાેવા માટે ઉમટી રહ્યા છે. રિપોર્ટ અનુસાર લાલ સિંહ ચઢ્ઢાના અનેક શો પણ રદ કરી દેવામાં આવ્યા છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ લોકોએ આ ફિલ્મને બોયકોટ કરવાની માગ કરી હતી.
જેની અસર પણ થિયેટર્સમાં જાેવા મળી રહી છે. રિલીઝ પહેલાં આમિર ખાને લોકોને અપીલ કરી ફિલ્મને બોયકોટ ન કરવા વિનંતી કરી હતી. પણ કરીના કપૂરે ફિલ્મની રિલીઝ પહેલાં તેવર દેખાડતાં કહ્યું કે, એક સારી ફિલ્મ તમામ વસ્તુઓને પાર કરી શકે છે. જાે કે, ફિલ્મ રિલીઝ થયા બાદ હવે કરીના કપૂરના તેવર ઢીલા પડી ગયા છે.
અને હવે તેણે લોકોને ફિલ્મને બોયકોટ ન કરવા માટે વિનંતી કરી છે. જ્યારે આરજે સિદ્ધાર્થે કરીના કપૂરને પૂછ્યું હતું કે, શું તેના વિચારોને પબ્લિક હળવાશમાં લઈ રહી છે કે શું? તેના પર કરીનાએ જવાબ આપતાં કહ્યું હતું કે, મને લાગે છે કે, આ ફક્ત એવા લોકોનું એક ગ્રૂપ છે, જે ટ્રોલિંગ કરી રહ્યા છે.
પણ મને લાગે છે કે, ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે, તે ખુબ જ અલગ છે. આ ફક્ત એક એવા લોકોનું ગ્રૂપ છે, કે જે તમારા સોશિયલ મીડિયા પર છે, અને તે કદાચ ૧ ટકા બરાબર હશે. પણ આ ઉપરાંત કરીનાએ કહ્યું કે, પણ સચ્ચાઈ એ છે કે, તે લોકોએ ફિલ્મને બોયકોટ કરવી જાેઈએ.
તે ખુબ જ સુંદર ફિલ્મ છે. અને હું ઈચ્છું છું કે, લોકો મને અને આમિર ખાનને સ્ક્રીન પર જુએ. અમે આ ફિલ્મ માટે ત્રણ વર્ષ રાહ જાેઈ છે. તેથી મહેરબાની કરીને આ ફિલ્મને બોયકોટ ન કરો. કેમ કે, તે એક સારા સિનેમાને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આ ફિલ્મ પર ખુબ જ મહેનત કરી છે. અમે ૨૫૦ લોકોએ આ ફિલ્મ ઉપર અઢી વર્ષ સુધી કામ કર્યું છે.
ફિલ્મની રિલીઝ પહેલાં કરીના કપૂરે બોલીવુડમાં ચાલી રહેલાં બોયકોટ કલ્ચર અંગે વાત કરતાં કહ્યું હતું કે, અત્યારે દરેક લોકો પાસે દરેક બાબતોને લઈને પોતાનો એક ઓપિનિયન હોય છે. પણ કરીનાએ કહ્યું હતું કે, એક સારી ફિલ્મ આ તમામ બાબતોને પાર કરી શકે છે.
જાે કે, કરીના કપૂર દ્વારા કરવામાં આવેલી આ ટિપ્પણીને લોકોને પસંદ આવી ન હતી. અને તેઓએ કરીનાને ટ્રોલ કરવા લાગ્યા હતા. જે બાદ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કરીના કપૂરને પૂછવામાં આવ્યું હતું કે, શું તે દર્શકો પ્રત્યે અપમાનજનક થઈ રહી હતી.ss1