મહિલાની જમીનમાં દબાણ કરતાં ઈસમ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડામાં ગીરો રાખનાર જમીન ધારકે બાજુની ખુલ્લી જમીનમાં દબાણ કર્યું હોવાનું બહાર આવતા જમીનમાં નીકળે દબાણ હટાવવાની વાત કરી હતી પરંતુ તેમણે દબાણના હટાવતા આમનો કલેકટર કચેરીને પહોંચ્યો હતો જિલ્લા કલેકટરે દબાણ કરી જમીન પચાવી પાડનાર સામે ગુનો દાખલ કરવા ખેડા પોલીસને હુકમ કરતા પોલીસે લેન્ડ ગેબીન ની ફરિયાદ દાખલ કરી છે
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડામાં રહેતા નિલોફરબાનુ મકસુદઅલી સૈયદ એસને.૨૦૧૨ ની સાલમાં આંબલીયા ભાઠા ના રહેવાસી કાન્તીભાઈ સોમાભાઈ વાઘેલાની ઘરથાળની જમીન કોળીવાડના ટેકરા ખાતે આવેલ જેનો સીટી સર્વે ન.૩૦૪૨ ચો. મી.૪૧.૮૦૬૫ વાળી આવેલ હતી.
જે ઘરથાળની જમીન વેચાણ લીધેલ હતી. ત્યારબાદ સબ રજીસ્ટ્રાર ખેડા ની કચેરી મા જમીનનો વેચાણ દસ્તાવેજ સને.૨૦૧૭ ની સાલમાં કરાવ્યો હતો જેમાં વેચાણ આપનાર તરીકે કાન્તીભાઈ સોમાભાઈ વાઘેલા ગંગાબેન સોમાભાઈ વાઘેલા અને બેબીબેન સોમાભાઇ વાઘેલા હતા.
આ જમીનની બાજુમાં સીટી સર્વે ન.૩૦૪૩ નો છે જે ઘરથાળ ની જમીન નટુભાઇ ઉકાજી મારવાડી રહે. ખેડા નાઓએ ગીરો રાખેલ છે જે જમીનમાં તે કાચુ પતરાં વાળું છાપરૂ બનાવી તેમના પરીવાર સાથે રહે છે. ત્યારબાદ સને.૨૦૧૮ ની સાલમાં નટુભાઈ એ નીલોફરબાનુ એ રાખેલી જમીનમાં સંડાશ -બાથરૂમ તથા છાપરૂ બનાવી દીધું હતું
જેથી નીલોફરબાનું એ આ બાબતે નટુભાઈ ને જણાવતા તેમને જણાવ્યું હતું કે આ જમીન મારી હદ માં આવે છે જેથી નીલોફરબાનું એ માપણી કરાવતા નટુભાઈએ બનાવેલ સંડાસ બાથરૂમ તેમજ છાપરૂ પોતાની જમીનમાં હોવાનું બહાર આવ્યું હતું.
જે બાબતે નટુભાઈ ને જણાવતા નટુભાઈએ ચાલે તે કરેલો તેમ કહી તેમનું દબાણ હટાવ્યું ના હતું અને કબજો જમાવી લીધો હતો જેથી આ બાબતે ખેડા કલેક્ટરમાં અરજી થઈ હતી જિલ્લા કલેકટર અને તેમની ટીમે આ કેસનો અભ્યાસ કર્યા બાદ નટુભાઈએ દબાણ કરી જમીન પચાવી પાડ્યો હોવાનું બહાર આવતા જિલ્લા કલેકટરડે ખેડા પોલીસને આ બાબતે ફરિયાદ નોંધવા હુકમ કરતા નટુભાઈ ઉકાભાઇ મારવાડી સામે લેન્ડ ગેબીનની ફરિયાદ દાખલ થઈ છે