અમદાવાદના ભાડુઆતના ત્રાસથી મકાનમાલિકનો આપઘાત
અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક વ્યક્તિના ઘરમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી.
તેમાં મૃતકે ભાડુઆત મહિલા, તેના પતિ અને પુત્ર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા અને મકાન નામે કરવાની ધમકીઓ આપી દબાણ કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણનગરના શ્રીરામ ટેનામેન્ટમાં દિલીપભાઈ પરિવાર સાથે રહે છે. ત્યારે તેમણે પુષ્પરાજ એપાર્ટમેન્ટનું મકાન રેખાબેન પ્રજાપતિને ભાડે આપ્યું હતું. ગઈ ૨૭મી સપ્ટેમ્બરે સાંજે પત્ની ભાવનાબેન શાકમાર્કેટમાં ગયા હતા ત્યારે પતિ દિલીપભાઈએ આત્મહત્યા કરી લીધી હતી.
ભાવનાબેનના ગયા પછી પતિએ સિલિંગ ફેન સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ભાવનાબેન ઘરે આવીને પતિને લટકતા જાેઈને બૂમાબૂમ કરવા લાગે છે અને ત્યારે આસપાસના લોકો ભેગા થઈને દિલીપભાઈને ઉતારે છે. ત્યારબાદ મૃતક દિલીપભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા અને ફરજ પર હાજર ડોક્ટરે તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ તેમના પત્નીને એક સુસાઇડ નોટ મળી હતી. તેમાં ઉલ્લેખ કર્યો હતો કે, પુષ્પરાજ એપાર્ટમેન્ટના ભાડુઆત રેખાબેને દિલીપભાઈને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઇલ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા.
આ ઉપરાંત તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી મકાન તેમના નામે કરવા માટે દબાણ કર્યુ હતુ. તેટલું જ નહીં, અવારનવાર ભાડુઆત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા અને આરોપીનો પરિવાર પણ તેમને ખૂબ હેરાન કરતો હતો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આરોપીઓએ ભાડુઆત પાસેથી ૫ લાખ રૂપિયા પડાવ્યા હતા અને તેમના ત્રાસથી કંટાળીને દિલીપભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. હાલ પોલીસે મૃતકની સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મૃતકની સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, એક વર્ષથી પ્રેમજાળમાં આરોપી મહિલાએ ફસાવ્યો હતો. આ મહિલા પોલીસ ફરિયાદ કરીને ફસાવી દઈશ તેમ કહી ધમકાવતી હતી અને મકાન તેના નામે કરવા માટે દબાણ કરતી હતી.
આરોપી મહિલાનો દીકરો ધવલ પ્રજાપતિ અવારનવાર મારી નાખવાની ધમકી આપતો હતો. જે પોતે દારૂ, ગાંજાે, ચરસ જેવા નશા કરતો હતો અને મકાન નહીં ખાલી કરું તમારાથી થાય તે કરી લેજાે તેમ કહી ધમકી આપતો હતો. આરોપી ધવલ કોઈ ગેંગનો માણસ પણ હોવાનો મૃતકે આક્ષેપ કર્યો છે.
સાથે જ મૃતકે સુસાઇડ નોટમાં પોલીસને પણ વિનંતી કરી છે કે, આ ત્રણ લોકોને જામીન આપતા નહીં, નહીંતર પકડાશે નહીં અને આરોપીઓને કડકમાં કડક સજા થવી જાેઈએ.SS1MS