જમીનમાલિકને અનિશ્ચિત સમય માટે જમીનના ઉપયોગથી વંચિત ના રખાય: સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કરતા કહ્યું હતું કે, જમીનમાલિકને અનિશ્ચિત સમય માટે જમીનના ઉપયોગથી વંચિત રાખી શકાય નહીં.
જસ્ટિસ જે બી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. બેન્ચે અવલોકન કર્યું કે, જમીન માલિકને વર્ષાે સુધી જમીનના ઉપયોગથી વંચિત રાખી શકાય નહીં. એકવાર જમીન માલિક પર ચોક્કસ રીતે જમીનનો ઉપયોગ ન કરવા માટે પ્રતિબંધ લાદવામાં આવે તો ઉપરોક્ત પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે રાખી શકાય નહીં.
બેન્ચે કહ્યું કે છેલ્લા ૩૩ વર્ષથી વિકાસ યોજનામાં પ્લોટ અનામત રાખવાનો કોઈ અર્થ નથી. ઓથોરિટીએ માત્ર મૂળ માલિકોને જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી, પરંતુ હવે ખરીદદારોને પણ જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
મહારાષ્ટ્ર અધિનિયમ ૪૨/૨૦૧૫ દ્વારા સુધારા પહેલાં જમીન સંપાદન માટે નોટિસ આપવા માટે જમીન માલિકને એક વધારાનો વર્ષ અપાયો છે. સુપ્રીમે એક કેસની સુનાવણી કરી હતી, જેમાં ખાલી પ્લોટના માલિકોએ ૨.૪૭ હેક્ટરના વિકાસ માટે જમીન વિકાસ યોજના રજૂ કરી હતી.
૧૯૯૩માં કાયદા હેઠળ સુધારેલી વિકાસ યોજનામાં તેને મંજૂર કરાઈહતી અને બાકીનો વિસ્તાર ખાનગી શાળા માટે અનામત દર્શાવવામાં આવ્યો હતો. જોકે, ૧૯૯૩થી ૨૦૦૬સુધી મહારાષ્ટ્ર સત્તાવાળાઓ દ્વારા ખાનગી શાળા માટે મિલકત સંપાદન કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.SS1MS