અતીક અહેમદે પચાવી પાડેલી જમીનો માલિકોને પાછી અપાશેઃ યોગી સરકાર
લખનૌ, માફિયા અતીક અહેમદને જે જમીન ગમતી હતી, તેને તે કબજે કરી લેતો હતો. જાે અતીકની ઈચ્છા હોય તો તે જમીન લોકો પાસેથી અડધી કિંમતે પણ ખરીદી લેતો. અતીકના આતંકથી પીડિત લોકો માટે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, યોગી સરકાર એ વાત પર મંથન કરી રહી છે કે શું અતીક દ્વારા લોકોની કબજાે કરવામાં આવેલી જમીનો તેમને પાછી આપી શકાય.
રિપોર્ટ્સ અનુસાર, રાજ્યની યોગી સરકાર આ માટે એક કમિશન બનાવશે. જે આ જમીનોને કાયદેસર રીતે લોકોને પરત મેળવવામાં મદદ કરશે. અતીક અહેમદ હત્યા કેસ બાદ યોગી સરકાર હવે માફિયાઓના કબજામાં આવેલી જમીન પર નિશાન લગાવીને લોકોને પરત કરવાનું વિચારી રહી છે. સમાચાર અનુસાર, યોગી સરકાર આ મામલે ટૂંક સમયમાં ર્નિણય લઈ શકે છે.
કહેવામાં આવી રહ્યું છે કે અતીક મર્ડર કેસ પછી એવા પીડિતોની સંખ્યા વધી છે, જેમની પાસેથી અતીક અને અશરફે બળજબરીથી જમીન છીનવી લીધી હતી. આવા અનેક લોકો આજે પોલીસના ચક્કર લગાવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને અધિકારીઓ રૂપરેખા તૈયાર કરી રહ્યા છે.
હવે યોગી સરકાર પાસે આ જમીનો અતિક ગેંગના કબજામાંથી મુક્ત કરીને તે લોકોને પરત કરવાની યોજના છે. સમાચાર અનુસાર, આ માટે એક આયોગની રચના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ કમિશન પીડિતોને તેમની જમીન પરત મેળવવા માટે કાનૂની સહાય પૂરી પાડશે.HS1MS