શિક્ષણ વિભાગ અંતર્ગત દ્વારકા ખાતે યોજાયેલ લેંગ્વેજ વર્કશોપ
વર્ષ ૨૦૨૩માં ભારત સરકારશ્રીનાં એક ભારત શ્રેષ્ટ્ઠ ભારત કાર્યક્રમનો ઉદ્દેશ્ય બે રાજ્યોનાં લોકો વચ્ચે ભાષા શિક્ષણ, સંસ્કૃતિ, પરંપરાઓ અને સંગીત, પર્યટન અને ભોજન, રમતગમત અને શ્રેષ્ઠ પ્રથાઓની વહેંચણી વગેરે ક્ષેત્રોમાં સતત અને માળખાગત સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે.
જે અંતર્ગત ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના લોકો અને વર્ષો અગાઉ વિદેશી આક્રમણને લીધે સૌરાષ્ટ્રમાંથી સ્થળાતંર કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકોને તેમના મૂળ સંસ્કૃતિ સાથે ફરીથી જોડવાના ભાગરુપે ગુજરાત સરકારશ્રી દ્રારા તા.૧૭/૦૪/૨૦૨૩ થી તા. ૩૦/૦૪/૨૦૨૩ રાજ્ય કક્ષાના કાર્યક્રમ યોજાયેલ હતો.
ઉકત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગનાં માર્ગદર્શન હેઠળ તા. ૧૯/૦૪/૨૦૨૩ થી ૨૮/૦૪/૨૦૨૩ દરમ્યાન કૃષ્ણભૂમિ દેવભૂમિ દ્વારકા ખાતે શિક્ષણ વિભાગ હેઠળના સ્કોપ કચેરી (સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગલિશ) અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા સંયુકત રીતે લેંગ્વેજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લેંગ્વેજ વર્કશોપનું આયોજન માનનીય શિક્ષણ મંત્રી- શ્રી ઋષિકેશ ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અને ટેકનીકલના માનનીય અગ્ર સચિવશ્રી મુકેશ કુમાર , ઉચ્ચ શિક્ષણ નિયામકશ્રી પી.બી. પંડ્યા, અને શિક્ષણ વિભાગ હેઠળ સ્કોપ કચેરી (સોસાયટી ફોર ક્રિએશન ઓફ ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગલિશ)
અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા સંયુકત રીતે આયોજન કરવામાં આવેલ હતું. સ્કોપ કચેરી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ અમદાવાદ તમિલ સંગમના સહયોગથી એક પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે જેમાં તમિલ અને ગુજરાતી બન્ને ભાષાઓમાં મૂળભૂત નિયમિત શબ્દો અને વાક્યોનો સમાવેશ થાય છે.
શ્રી માનસી સારસ્વત, જોઈન્ટ સીઈઓ, સ્કોપ- સૌરાષ્ટ્ર તમિલ સંગમના જણાવ્યા અનુસાર, ગુજરાતના તમિલનાડુ અને સૌરાષ્ટ્ર પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભાષાકીય વિવિધતાની ઉજવણી છે. તે બન્ને સંસ્કૃતિઓનું મિશ્રણ છે જે આપણા દેશની એકતાને દર્શાવે છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ સૌરાષ્ટ્રીયન તમિલ લોકો ગુજરાતી ભાષાથી પરિચિત થાય તેજ રીતે સૌરાષ્ટ્રના લોકો તમિલ ભાષાથી પરિચિત કરવાનો હતો આ માટે સ્કોપ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા એક એક પુસ્તક તૈયાર કરવામાં આવેલ છે જેમાં તમિલ અને ગુજરાતી બન્ને ભાષાઓમાં મૂળભૂત શબ્દો અને વાક્યોનો સમાવેલ હતા.
દરરોજ સ્કોપ દ્રારા ગુજરાતી અને તમિલ ભાષાના વ્યવહારમાં વપરાતા વાક્યો વિશે ઈ- ક્વિઝનું આયોજન કરવામાં આવતું અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિજેતાઓને પ્રમાણપત્ર તથા તમામ ભાગ લેનારને ઈ- પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અમદાવાદ-તામિલ એસોશીએશનના ૧૫ થી વધુ તજજ્ઞ તામિલ શિક્ષકો જે ગુજરાતી અને તમિલ એમ બંને ભાષામાં ભણાવેલ હતા. તા. ૧૯ થી ૨૮ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન અંદાજીત કુલ ૫૦૦૦ કરતા વધુ તમિલ અને ગુજરાતી લોકોએ આ કાર્યક્રમનો લાભ મેળવેલ હતો. અને બન્ને સંસ્કૃતિ થી પરિચિત થયા હતા
શ્રી અશોક શર્મા, કલેક્ટર દેવભૂમિ દ્વારકા અને શ્રી એચ.એમ. જાડેજા, જોઈન્ટ એમડી અને અધિક કલેક્ટર ગુજરાત ટુરીઝમનાં સતત સહયોગ થી આ કાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવી શકેલ છે અને તેઓને તે બદલ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગનાં પદાઅધિકારીશ્રી અને અધિકારીશ્રીના તેમજ દેવભૂમિ દ્વારકાનાં અધિકારીશ્રીનાં માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક કરેલ છે.