છેલ્લો શોનો બાળ કલાકાર રાહુલના નિધનથી પરિવાર શોકમાં
જામનગર, ગુજરાતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલી ફિલ્મ ‘છેલ્લો શો’ ના ૧૦ વર્ષના એક્ટર રાહુલ કોળીનું દુખદ નિધન થયુ છે.
રાહુલ માટે તેની પ્રથમ ફિલ્મ નવી કારકિર્દીની સીડી બની હતી. પરંતુ ૨ ઓક્ટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું અવસાન થતા ગમગીની છવાઇ છે. રાહુલનું ઘર જામનગર નજીક હાપામાં રહે છે. રાહુલના પિતા રામુ કોળી રિક્ષા ડ્રાઇવરની સાથે નાનો મોટો ધંધો કરે છે.
રાહુલના પિતા રામુ કોળીએ જણાવ્યું કે, ‘રાહુલ આ ફિલ્મને કારણે ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે, ૧૪ ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે.’ મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને ૧૩ દિવસ અટલે કે તેનું તેરમું થશે. રાહુલના પિતા જણાવે છે કે, પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે.
મારી માતા, સાસુ અને અપંગ બહેન પણ સાથે રહે છે. હું નાનોમોટો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું. રાહુલને ફિલ્મમાં કામ મળ્યુ તેથી મને આશા બંધાઇ હતી કે, મને થોડો ટેકો રહેશે. પરંતુ ભગવાને એ ટેકો પણ લઇ લીધો. તેના કરતા તો મને લઇ લીધો હોત તો સારું થાત.
પિતાએ ગળગળા સ્વરે વધુમાં જણાવ્યુ કે, ‘રાહુલને નાનપણથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ હતો. જ્યારે પણ આજુબાજુ લગ્ન થતા ત્યારે તે હંમેશા બધે જઇને ડાન્સ કરતો, ડાયલોગ બોલતો અને બધાને મઝા કરાવતો.’ ફિલ્મમાં પસંદગી અંગે પિતાએ જણાવ્યુ કે, ‘રાહુલની કઇ રીતે પસંદગી થઇ તેની મને જાણ નથી. હું તો રિક્ષા ચલાવતો હતો.
મને કોઇએ કહ્યુ કે, શાળામાં ફિલ્મવાળા આવ્યા છે અને જે સારા બાળકો છે તેમને સિલેક્ટ કરશે. તેમાં તેની પસંદગી થઇ ગઇ. આ ફિલ્મનું શૂટિંગ ચાર પાંચ મહિના ચાલ્યું. તે પહેલા તેમણે કહ્યુ કે, તમારે એની સાથે આવવું પડશે એટલે એને સારું લાગે. એ મૂંઝાશે નહીં.
પરંતુ મેં કહ્યું કે, હું ત્યાં આવું તો પરિવારનું કેમ ચાલે? એટલે એમણે અમને અમુક રૂપિયા પણ આપ્યાં. એટલે હું તેની સાથે શૂટિંગ દરમિયાન ગયો. નોંધનીય છે કે, રાહુલને બ્લડ કેન્સર એટલે કે, લ્યુકેમિયા હોવાનું નિદાન થયા બાદ અમદાવાદની ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યૂયમાં છેલ્લા ચાર મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી.
શૂટ પૂર્ણ થયા પછી પરિવારને બીમારીની જાણ થઇ હતી. તેને શરૂઆતમાં થોડો તાવ હતો અને દવા લેવા છતા તે વારંવાર બીમાર પડી રહ્યો હતો. તેના પિતાએ ભારે હ્યદયે મીડિયાને જણાવ્યું હતુ કે, ‘રવિવારે તેણે નાસ્તો કર્યો અને પછી સખત તાવ આવ્યા પછી રાહુલને ૩ વખત લોહીની ઉલટીઓ થઇ હતી. આ રીતે મેં મારું બાળક ગુમાવી દીધું.
પરંતુ અમારો પરિવાર તેની અંતિમ વિધિ કર્યા પછી ૧૪ ઓક્ટોબરના રોજ તેની ફિલ્મ એકસાથે જાેઇશું.’ તેણે વધુમાં જણાવ્યું કે, રાહુલ ૩ ભાઇ બહેનોમાં સૌથી મોટો હતો.SS1MS