જામનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન: એકનું મોત
જામનગર, શહેરમાં દશેરાનો આનંદ માતમમાં ફેરવાયો છે. દશેરા એટલે બુધવારની રાતે હિટ એન્ડ રનની ઘટના બની છે. દરેડ વિસ્તારની નજીક એક કાર ચાલકે સાત લોકોને અડફેટે લીધા છે. જેમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યુ છે. જ્યારે ઇજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત પણ નાજુક છે.
હાલ કાર ચાલક ફરાર છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, દરેડ નજીક મોડીરાત્રના હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ૭થી વધુ લોકોને દરેડના રાંદલ માતાજીના મંદિર નજીક અડફેટે લીધા હતા. આશંકા છે કે, કાર ચાલક નશાની હાલતમાં હતો.
જે સાત લોકોને અડફેટે લઇને ફરાર થઇ ગયો છે. ભાગવામાં આ કારની સ્પીડ વધી જવાના કારણે આશીર્વાદ રિસોર્ટ પાસે કાર પલટી મારી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી કાર મળી આવી છે જ્યારે ચાલક ફરાર છે. આ અકસ્માતમાં આલીબેન નામના મહિલાનું મોત નીપજ્યું છે.
હાલ ઘાયલોમાંથી પણ બે લોકોની હાલત નાજુક ગણવામાં આવી રહી છે. અકસ્માત સર્જી કારચાલક નશામાં ધૂત ત્રણથી ચાર કિલોમીટર સુધી કાર લઈને પલાયન થયો હતો અને કાર મોડી રાત્રે નદીમાં ખાબકી હતી. હાલ પોલીસે સીસીટીવી અને પૂછપરછ કરીને કાર ચાલકની તપાસ આદરી છે.SS1MS