મોડી રાત્રે સુવાની આદત ધરાવો છો? તો ચેતી જજો માનસીક બીમારીઓનો ખતરો રહેશે

(એજન્સી) જો તમને રાત્રે મોડે સુધી જાગવાની આદત છે. અને વિચારો છોકે તેનાથી કોઈ નુકશાન નથી. તો તમારે તમારી આદત બદલવાની જરૂર છે. તાજતેરમાં થયેલા એઅક મોટા રીસર્ચમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. ૭૦,૦૦૦ થી વધુલોકો ૮ વર્ષ સુધી કરવામાં આવેલ રીસર્ચમાં જાણવા મળ્યું છે. કે ૧ વાગ્યા સુધી સુવાથી માનસીક અને વ્યવહારીક સમસ્યાનોં જોખમ વધી જાય છે.
આ રીસર્ચ જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેનફોર્ડ મેડીસીનના સંશોધકોએ ૭પ,૦૦૦ પુખ્ત વયના લોકોની ઉંઘની આદતોનું વિશ્લેષણ કર્યું હતું. આ રીસર્ચમાં તેમને જાણવા મળ્યું કે, જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે.
તેમના માનસીક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સંશોધકોએઅ આ રીસર્ચમાં ભાગ લેનારા લોકોની ઉંઘની પ્રાયોરીટી અને તેમની વાસ્તવીક ઉંઘની આદતોની સરખામણી કરી પરીણામોએ સ્પષ્ટ થયું કે કોઈ વ્યકિત સવારે વહેલા ઉઠે કે મોડી રારત સધી જાગે જો તે ૧ વાગ્યા પછી સુઈ જાય છે તો તેમની મેન્ટલ હેલ્થ પ્રભાવીત થાય છે.
મોડીરાત્રે સુવાથી વધી શકે છે. માનસીક બીમારીઓનો ખતરો રીસર્ચ મુજબ મોડી રાત્રે ઉંઘનારામાં ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી માનસીક બીમારીઓઅનો ખતરો વધારે હોય છે. સ્ટડીના સીનીયર લેખક અને સ્ટેનફોર્ડ યુનિવસીટીના પ્રોફેસર જેમી જાઈટજરનું કહેવું છેકે સૌથી વધારે નુકશાન મોડી રાત સુધી જાગનારા લોકોને હોય છે. રાત્રીરના સમયે લોકો ઘણી વખત ખરાબ નિર્ણય લે છે. જેની અસર તેમની માનસીક સ્થિતી પર પડે છે.