એરપોર્ટ વિસ્તારમાં મહીલા દ્વારા ચલાવતા મહીલા માટેના જુગારધામ પર રેડ
સાત મહિલા સહીત ૧૦ની અટકઃ ગોમતીપુર પોલીસે ૧૨ જુગારીઓને ઝડપી લીધા |
અમદાવાદ: શહેરમાં પોલીસે જુગારીઓ વિરુદ્ધ લાલ આંખ કરતા દરોડા પાડવાનું ચાલુ જ રાખ્યુ છે જેના પગલે ગઈ કાલે પણ એરપોર્ટ તથા ગોમતીપુર પોલીસે મોટી કાર્યવાહી કરતા બે બનાવોમા કુલ બાવીસથી વધુ શખ્શોની અટક કરી છે એરપોર્ટ પોલીસે જુગાર ધામ પર કાર્યવાહી કરતા મહિલાઓ જુગાર રમતી ઝડપતા એક તબક્કે પોલીસ પણ પણ ચોકી ઉઠી છે.
આ ઘટનાની વિગત એવી છે કે એરપોર્ટ પોલીસનો પેટ્રોલિગ સ્ટાફ વિસ્તારમાં તપાસ કરવા નીકળ્યો હતો એ વખતે સિધી કોલોનીમાંથી એક જુગારમાનું ઝડપાયુ હતુ પોલીસ મકાનમાં ઘુસતા જ પોતે પણ ચોકી ઉઠી હતી આ મકાનમા મોટા ભાગની મહીલાઓ હતી જે જુગાર રમી રહી હતી
પોલીસને જાઈને તેમના હોશ ઉડી ગયા હતા બાદમા તમામ લોકોની અટક કરવામા આવી હતી કુલ દસ જુગારીઓમા સાત મહીલાઓ તથા ત્રણ પુરુષો સામેલ છે તપાસમા આ મકાન લતાબેન મુળચંદ જેસવાણી સિધી કોલોની શાતિ પ્રકાશ હોસ્પીટલ સામે આંબાવાડી સરદારનગર નુ હોવાનુ જાણવા મળ્યુ છે પોલીસે ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં રોકડ તથા જુગારના સાધનો સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બીજી તરફ ગોમતીપુર પોલીસે બાતમીને આધારે મોડી રાત્રે રણછોડ પરાગની ચાલીમાં દરોડો પાડ્યો હતો અને જુગાર સમાડનાર મુખ્ય સુત્રધાર સહીત બાદ શખ્શોને ઝડપી લીધા હતા પોલીસે મધરાત્રે કાર્યવાહી કરતા આસપાસમાં રહીશો પણ જાગી ગયા હતા દરોડાના સ્થળેથી મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કર્યા બાદ પોલીસે તમામ શખ્શો વિરુદ્ધ જુગારધામ હેઠળ ફરીયાદ નોધી છે. latest news from gujarat