Western Times News

Gujarati News

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના વિડીયો સરકાર માટે બૂમરેંગ સાબિત થશે

ગાંધીનગર, ભાજપ સરકારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી ભરતીમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવતો હોવાની સતત બૂમો ઉઠી રહી છે રાજ્યમાં તલાટીની ભરતીમાં તલાટી કાંડ થી સમગ્ર દેશમાં રાજ્ય સરકારની છબી ખરડાઈ હતી ગુજરાતમાં સરકારી ભરતીમાં મધ્યપ્રદેશના વ્યાપમ કૌંભાંડ કરતા પણ મોટા કૌંભાંડ કરવામાં આવતા હોવાના અનેકવાર આક્ષેપ થયા છે સરકારની ભરતી બહાર પડતાની સાથે પરીક્ષાર્થીઓમાં કૌંભાંડ તો નહિ થાય ને…?

ડર સતાવતો હોય છે અને પરીક્ષા પૂર્ણ થતાની સાથે પરીક્ષાના પેપર ફૂટી ગયા થી લઈને પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરવામાં આવી હોવાના સોશ્યલ મીડિયામાં વિવિધ ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા સાથે મેસેજ વાઈરલ થતાની સાથે જ પરીક્ષાર્થીઓમાં ભારે નિરાશા સાથે વિરોધના સુર ઉઠતા હોય છે

ગુજરાત રાજયમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ગત તા. ૧૭મી નવેમ્બરે લેવામાં આવી હતી. જેમાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો પણ થયા હતા. ત્યારે ઉમેદવારો દ્વારા આજે ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપી પરીક્ષામાં તકેદારીના પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ હાલમાં લેવાયેલી પરીક્ષા રદ કરી પુનઃ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવા રજૂઆત કરાઇ છે. પરીક્ષાર્થીઓએ સરકાર ની નીતિ સામે સૂત્રોચ્ચાર કર્યો હતો

ગુજરાત સરકારમાં બિનસચિવાલય ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ પર પરીક્ષા તા. ૧૭મી નવેમ્બરે લેવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી જુદા જુદા સેન્ટર પર અંદાજે ૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કેટલાક સેન્ટરો પર ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. તો કેટલાક સેન્ટરોની પર થયેલી ગેરરીતિની માહિતી હજી બહાર આવી નથી. તેવા આક્ષેપ સાથે ભિલોડા  તાલુકામાંથી પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા ભિલોડા મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.

બિનસચિવાલય ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ પર પરીક્ષા તા. ૧૭મી નવેમ્બરે લેવામાં આવી હતી. જેમાં રાજ્યભરમાંથી જુદા જુદા સેન્ટર પર અંદાજે ૮ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા દરમિયાન કેટલાક સેન્ટરો પર ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. તો કેટલાક સેન્ટરોની પર થયેલી ગેરરીતિની માહિતી હજી બહાર આવી નથી. તેવા આક્ષેપ સાથે ગુજરાતમાં ધીરે ધીરે પરીક્ષાર્થીઓનો સુર ઉઠી રહ્યો છે

પરીક્ષા રદ કરવાની માંગ ગુજરાતના વિવિધ જીલ્લા મથકોએ અને તાલુકા મથકોએ બેરોજગાર યુવાનો અને વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપી એક જ માંગ કરી રહ્યા છે કોઈ પણ સંજોગોમાં બિનસચિવાલયની પરીક્ષા રદ કરવામાં આવે અને પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં સંડોવાયેલા શખ્શો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવે ની માંગ પ્રબળ બનતા સરકાર માટે આગામી સમયમાં પરીક્ષાર્થીઓનો વિરોધ બૂમરેંગ સાબિત થાય તો નવાઈ નહિ ….!!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.