સુરત GSRTC વિભાગ દ્વારા 20 જેટલી નવી બસોનું લોકાર્પણ
હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ૨૦ જેટલી બસોને લોકાર્પણ કર્યું
સુરત, સુરત એસટી વિભાગ દિવાળીના સમયે એક્સ્ટ્રા ૨૨૦૦ જેટલી બસો ફાળવી રહી છે ૨૦ જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ૨૦ જેટલી બસોને લોકાર્પણ કર્યું હતું. બસને લીલી ઝંડી આપ્યા બાદ બસમાં મુસાફરી કરી રોડ પર ફૂટપાથ પર દિવાળીના દિવાની ખરીદી કરી હતી.
દિવાળી આવી રહી છે અને ખાસ સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીને લઈ એક્સા બસોનું અલગથી સંચાલન કરી આયોજન કરવામાં આવ્યું છે. તેથી સુરત એસટી વિભાગ દ્વારા નવીન બસોનું લોકાર્પણ સમયાંતરે કરવામાં આવી રહ્યું છે. અગાઉ ૪૦ જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આજે ફરીથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૨૦ જેટલી નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશ, મેયર દક્ષેશ માવાણી એસટી વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવીન બસો ખાસ બેઠક વ્યવસ્થા સાથે બનાવવામાં આવી છે. જેમાં લાંબા રૂટ પર મુસાફરી થાય તો મુસાફરને થાક ન લાગે તે પ્રકારની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. બસના ઇન્ટિરિયર ડિઝાઇન પણ મુસાફરોને આકર્ષિત કરે તે પ્રકારનું બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને અગાઉ એસટી વિભાગ નવીન બસોમાં ઇન્ટિરિયરમાં કોઈ સુધાર ન કરતું હતું. પરંતુ ખાનગી બસો ના ઇન્ટિરિયર પ્રમાણે હવે એસટી બસોમાં પણ ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહી છે અને મુસાફરોનું આકર્ષણ બને તે પ્રકારે બસની અંદર ઇન્ટિરિયર ડિઝાઇન બનાવવામાં આવી રહ્યા છે.