ભરૂચ ખાતે ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનનું લોકાર્પણ
(પ્રતિનિધિ) ભરૂચ, BND એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટિંગ સ્ટેશનનો PPP ધોરણે કાર્યરત કરાયુ હતું. ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નંબર ૮૪ ખાતે વાહનો માટે ઓટોમેટિક વ્હીકલ ફિટનેસ ટેસ્ટીંગ સ્ટેશનનો પ્રારંભ કરાયો હતો. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્કેપ નીતિની જાહેરાત કરવામાં આવી છે.આ નીતિ હેઠળ એક વર્ષ પહેલા, ગુજરાત રાજ્ય સરકારે, દેશમાં સૌપ્રથમ, ધોરણે ઓટોમેટેડ ફિટનેસ મેનેજમેન્ટ સિસ્ટમ અને સ્ક્રેપ પોલીસી બનાવીને ૨૦૪ ફિટનેસ સ્ટેશન અને ૩ સ્કેપ યાર્ડને પ્રાથમિક મંજૂરી આપી હતી.જેને અનુલક્ષીને ગુજરાતની PPP એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને સરકારી પ્રક્રિયા પૂર્ણ કરી ભારતના પ્રથમ ૪ સ્ટેશન સુરત, ભરૂચ, અમરેલી અને મેહસાણાની મંજૂરી મળેલ.
જેના ભાગરૂપે ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નંબર ૪૮ ખાતે ભરૂચમાં ઓટોમેટિક વ્હીકલ ટેસ્ટિંગ સ્ટેશનનો સ્વામિનારાયણના સંતોના હસ્તે પ્રારંભ કરાયો છે. જ્યાં વાહન ચાલકો પોતાના વાહનોનું સરકારી ધારા ધોરણ મુજબ મશીનરી પરીક્ષણ હેઠળ નિયત કરેલ ચાર્જ ભરીને ફિટનેસ સર્ટિ મેળવવાનું રહેશે.જે બાદ જ રોડ પર પોતાના વાહનો દોડાવી શકાશે.જેથી રોડ પર ફિટનેસ વિનાના વાહનો નહી દોડે તો અકસ્માતની સંભાવના ઓછી થશે તો બીજી તરફ આર.ટી.ઓ કચેરી પરનું ભારણ પણ ઓછું થશે. ભરૂચમાં લોકાર્પણ પછી કંપની અમરેલી, મુન્દ્રા, હજીરા અને વલસાડ સહિત ૦૭ સ્થળોએ ટોટલ ૧૦ ફિટનેસ સ્ટેશનો ખોલશે એમ જણાવાયું જણાવાયું છે અને જુલાઈ ૨૦૨૩ સુધીમાં ૨૦ ફિટનેસ સ્ટેશન કાર્યરત થશે. BND કંપની ભારતના વિવિધ રાજ્યોમાં ૮૦ ફિટનેસ સ્ટેશન સાથે કુલ ૧૦૦ ફિટનેસ સ્ટેશન બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.