અંબાજી મેળામાં પરિવારથી વિખુટા પડેલા બાળકોના મિલન માટે બાળ સહાયતા કેન્દ્રનો પ્રારંભ
(માહિતી બ્યુરો, પાલનપુર) અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23-09-2023 થી તા.29-09-2023 દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે.
આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેને આજે મેળાના પહેલાં દિવસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ગુમ થયેલ બાળકોની શોધખોળની કામગીરી તથા વિખુટા પડેલ બાળકને પરિવાર ન મળે ત્યાં સુધી બાળકને સલામત કસ્ટડીમાં રાખવાની કામગીરી માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ માતૃ મિલન- પ્રોજેક્ટની રચના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી છે.
માતૃ મિલન- પ્રોજેક્ટ અંતર્ગત બાળકની સુરક્ષા માટે સૌ પ્રથમ તો બાળક મેળામાં પરિવારથી વિખુટુ પડે જ નહીં તે માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે જેમ કે મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ખાતે ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ ફીડિંગ રૂમ, ઘોડિયાઘર/રમકડાંઘર તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે , અંબાજી જતા તમામ માર્ગો પર બાળકોને તમામ વિગતો લખી આઈકાર્ડ પેરાવવામાં આવે છે,
બાળકો માટે રાખવાની સલામતિ માટેના સૂચનના હોડીગ લગાવવામાં આવ્યા છે.તથા બાળક ખોવાયેલ કિસ્સામાં ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર-૧૦૯૮ અને અંબાજી મુખ્ય પોલીસ કંટ્રોલ પોઈન્ટના ફોન નંબર ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડો. આશિષ જોષીએ જણાવ્યું છે.