કવિશા ગ્રુપ અને AMA દ્વારા “કવિશા AMA કપ 2024″નો પ્રારંભ
અમદાવાદ : કવિશા ગ્રુપ હંમેશાથી કોમ્યુનિટી બિલ્ડ અપમાં માને છે. શહેરના વિવિધ સમુદાયના લોકો એકબીજા સાથે મળે અને કાંઈક નવું કરે એવા આશયથી કવિશા ગ્રુપ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. દર વર્ષે કવિશા ગ્રુપ પોતાના કર્મચારીઓ માટે “કવિશા પ્રીમિયર લીગ”નું આયોજન કરતું હતું, પરંતુ આ વર્ષે સમાજને કાંઈક નવું આપવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ અમદાવાદ મેડિકલ એસોશિએશન (Ahmedabad Medical Association – AMA) સાથે મળીને કવિશા એએમએ કપ 2024નું આયોજન કર્યું છે.
20મી મે, 2024થી શરૂ થયેલ આ ટુર્નામેન્ટ 10 દિવસ સુધી ચાલશે અને તેમાં 12 ટીમ સહભાગી બનશે જેમાં દરેક પ્લેયર વ્યવસાયે ડોક્ટર છે. આ સમગ્ર આયોજન કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલ અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પ્રખ્યાત ડોક્ટર તુષાર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ ક્રિકેટ ટૂર્નામેન્ટ અમદાવાદમાં એસપી રિંગ રોડ પર આવેલ એમકે પાર્ટી લૉન & પ્લે ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. આ અંગે કવિશા ગ્રુપના ડિરેક્ટર શ્રી પાર્થ પટેલ એ જણાવ્યું હતું કે, “કવિશા ગ્રુપ આ પ્રકારની ટુર્નામેન્ટ કરતું રહેશે. આવનાર ભવિષ્યમાં ભિન્ન – ભિન્ન એસોસિયેશન અને કોમ્યુનિટી સાથે મળીને અમે વિવિધ આયોજનો કરીશું અને સમાજમાં કોમ્યુનિટી બિલ્ડ અપમાં અમારું અભૂતપૂર્વ યોગદાન આપીશું.”
ક્રિકેટ સ્પોર્ટ્સ એ ભારતીયોની ખૂબ નજીક છે અને તેના કારણે દરેક વ્યક્તિ આસપાસ ભેગા થઈ શકે છે, આનંદ માણી શકે છે, યાદો બનાવતી વખતે રમી શકે છે. જ્યારે કવિશા ગ્રુપની ટીમ AMA ના ડોકટરોના ગ્રુપને મળ્યા ત્યારે અમે તેમના ક્રિકેટ પ્રત્યેના ઉત્સાહથી દંગ રહી ગયા.
અને એક એવું પ્લેટફોર્મ બનાવવાનું વિચાર્યું જ્યાં દરેક વ્યક્તિ ક્રિકેટનો આનંદ માણી શકે. કવિશા પ્રીમિયર લીગ છેલ્લાં બે વર્ષથી સ્ટાફ મેમ્બર માટે કવિશા ખાતે થઈ રહી છે, હવે વધુ લોકોને સામેલ કરીને આનંદની લાગણીનો વિસ્તાર કર્યો છે. આ ક્રિકેટ ટુર્નમેન્ટની ફાઇનલ 29મી મેના રોજ યોજાશે.
ડોક્ટર્સ દિવસ- રાત જોયા વિના હંમેશા દર્દીની સેવામાં ખડેપગે રહે છે અને તેમના સ્વાસ્થ્ય તથા આનંદને ધ્યાનમાં રાખીને કવિશા ગ્રુપે આ અનોખી પહેલ કરી છે જેમાં ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટુડેંટ્સ પણ સામેલ થયા છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 ઓવરની મેચ હશે.
આ 12 ટીમમાં લાઈફલાઈન લાયન્સ, સ્ટેલિયન, ગોલ્ડન મેવેરિક્સ, બૂમ ઇલેવન, અદિતિ એવેન્જરસ, રાઇઝિંગ રેંજર્સ, ઇન્વિનસીબલ, ધ કિલિંગ મશીન, આઇએસસીસીએમ સુપર કિંગ્સ, બીજે બ્લાસ્ટર્સ, ઓલિમ્પિયન સ્પોર્ટ્સ વગરેનો સમાવેશ થાય છે.