વાપી જનસેવા હોસ્પિટલમાં મોબાઈલ ક્લિનિક મફત સેવાનું લોકાર્પણ
(પ્રતિનિધિ) વાપી, વાપીની શ્રેયસ મેડીકેર સંસ્થાના ફાઉન્ડર મેમ્બર સ્વ.કિશોચચંદ્ર ગુલાબભાઈ દેસાઈના સ્મર્ણાથે પારસ પંપ પ્રાઇવેટ લિમિટેડ અને હિન્દુસ્તાન ઇલેક્ટ્રીક મોટર્સ ના સહયોગથી મોબાઇલ ક્લિનિક ની સેવા શ્રેયસ મેડીકેર સંચાલિત એમ એન મહેતા (વલવાડા) જન સેવા હોસ્પિટલ વાપી દ્વારા
વાપી તેમજ આજુબાજુના ગામડા ઓ વિસ્તારના દર્દીઓને ને મફત સેવા આપવામા આવશે તારીખ ૧૦/૦૭/૨૦૨૩ સોમવારના રોજ સાંજે ૪ઃ૩૦ કલાકે શ્રેયસ મેડિકેર સંસ્થાના ફાઉન્ડર મેમ્બર સ્વ. કિશોર ચંદ્ર ગુલાબભાઈ દેસાઈના પરિવારના હસ્તે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
મોબાઈલ ક્લિનિક દ્વારા સેવાઓમાં એમબીબીએસ ડોક્ટર દ્વારા દર્દીની મફત તપાસ, જરૂરિયાત મંદ દર્દીઓને મફત દવા વિતરણ, બેઝિક લોહીની તપાસ મફત, વધુ સારવાર હોય તેવા દર્દીઓને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન તેમજ રાહત દરે સારવાર કરી આપવામાં આવશે.