‘ડોમિનોઝ’ દ્વારા અમદાવાદ ખાતે ‘રાગી સુપરક્રસ્ટ પીઝા’ નું લોન્ચિંગ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે જ્યુબિલન્ટ ફુડવર્ક્સની પીઝા બ્રાન્ડ ‘ડોમિનોઝ’ દ્વારા તા 1-7-2023 શનિવારના રોજ અમદાવાદ ખાતે ‘રાગી સુપરક્રસ્ટ પીઝા’ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
Live: જ્યુબિલન્ટ ફુડવર્ક્સના મિલેટ પીઝાનો લોન્ચિંગ કાર્યક્રમ. સ્થળ : હોટેલ હયાત રિજેન્સી, અમદાવાદ https://t.co/xul9k66ztu
— CMO Gujarat (@CMOGuj) July 1, 2023
આ પ્રસંગે, મુખ્યમંત્રીશ્રીના વરદ્ હસ્તે કંપનીના સાણંદ ખાતે નિર્માણ થનાર જ્યુબિલન્ટ ફૂડ પ્રોસેસિંગ પાર્કનો ડિજિટલ શિલાન્યાસ પણ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પરિણામે ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલ યોગ, લાઇફસ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ, પ્રાકૃતિક ખેતી અને પૌષ્ટિક શ્રીઅન્ન (મિલેટ્સ) ના મહત્વનો આજે વિશ્વને પરિચય થયો છે.