ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલીનો શુભારંભ
અમદાવાદ, સંસદ હસમુખબાઈ એસ. પટેલ અને ધારાસભ્ય ગાંધીનગર (દક્ષિણ) શંભુજી ઠાકોર દ્વારા યાત્રીઓની સુવિધા માટે ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (પીઆરએસ)નો શુભારંભ કરવામાં આવ્યો.
ડિવિઝનલ રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર રિઝર્વ ટિકિટ પ્રણાલી (પીઆરએસ) ચાલુ થવાથી ચાંદખેડા અને ડી કેબિન વિસ્તારમાં રહેતા અને આસપાસના લોકોને રિઝર્વેશન કરાવવા માટે સાબરમતી અને અન્ય ઠેકાણે નહીં જવું પડે.
આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈન,વરિષ્ઠ ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી પવન કુમાર સિંહ,વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (સમન્વય) શ્રી વિકાસ ગઢવાલ અને અન્ય રેલવે અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.