Western Times News

Gujarati News

લાલપુરમાં રૂ.૩ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

પ્રતિકાત્મક

૪.૭૦ કિ.મી.ની લાઈન, સમ્પ, ટાંકી સહીતનું કામ પુર્ણ

જામનગર, લાલપુરમાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ઓટેકા અંતર્ગત આંતરીક પાણી પુરવઠા યોજનાના રૂ.૩ કરોડ ૩લાખ રૂપ્યિાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ કામમાં ૪.૭૦ કિ.મી. લંબાઈની ડીઆઈ પાઈપલાઈન અને પીવીસીનું પાઈપલાઈન નેટવર્ક ૧પ લાખ લીટર ક્ષમતાનો આરસીસી સમ્પ ૮ લાખ લીટર ક્ષમતાની આરસીસી ઉચી ટાંકી ૧ર બાય ૧૦ મીટર પંપહાઉસ અને પંમ્પીગ મશીનરીના કામનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે લાલપુર ગામમાં હવે ક્ષારયુકત નર્મદા નદીનું પાણી લોકોના ઘરે સુધી પહોચશે. અહી ભુગર્ભ ગટર રોડ રસ્તા, પરીવહન સહીતની તમામ સુવિધા છે. આંતરીક પાણી વિતરણની વ્યવસ્થા પણ સુચારૂ રીતે ઉપલબ્ધ થશે. છેવાડાના ગામડાના માનવીને પણ પાયાની સુવિધા મળી રહે તે દિશામાં સરકાર કાર્યરત છે. પીએમ આવાસ યોજના અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓએ પોતાના પ્રતીભાવો વ્યકત કર્યો હતો.

સાંસદ ખુલ મહોત્સવમાં રસ્સા ખેંચ સારૂ પ્રદર્શન કરનાર નારી શકિતનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી ચિમન શાપરીયા, અગ્રણીઓ દીલીપ ભોજાણી, પ્રવીણસિંહ, જાડેજા, અરશીભાઈ કરંગીયા, ચિરારગ, કાલરીયા સરપંચ જયેશભાઈ તેરૈયા પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, પાણી પુરવઠા બોર્ડના કાર્યાપાલક ઈજનેર રંગુનવાલા સહીતના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.