સ્પેક એન્જીનીયરીંગ દ્વારા રાજ્ય કક્ષાના “સ્પેકટેકઃ ૨૦૨૨” નો પ્રારંભ
અમદાવાદ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા રાજ્ય કક્ષાના ‘સ્પેકટેકઃ ૨૦૨૨’(ઇન્સ્પાયરિંગ ઇનોવેશન )નું ભવ્ય આયોજન તારીખ ૨૯ અને ૩૦ નવેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડૉ.અમિત ગણાત્રા (પ્રોવોસ્ટ, પારુલ યુનિવર્સીટી ), ડૉ . આઈ .એન . પટેલ (આચાર્યશ્રી , બી.વી.એમ. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિદ્યાનગર), ડૉ.એફ.એસ. ઉમરીગર (રિટાયર્ડ, આચાર્યશ્રી, બી.વી.એમ. કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિદ્યાનગર) અને શ્રી શીતલ પટેલસર (સેક્રેટરી, સ્પેક ), શ્રીમતી મોનલ પટેલ (ટ્રસ્ટીશ્રી,સ્પેક ) તેમજ ફોરમ પટેલ (કેમ્પસ કોર્ડીનેટર) હાજર રહ્યા હતા આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિધાર્થીઓને થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન અને મેનેજમેન્ટ સ્કિલનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
આ ‘સ્પેકટેકઃ૨૦૨૨’ માં વિવિધ ટેક્નિકલ સ્પર્ધાઓ જેવી કે ઇલેક્ટ્રોકવિસ્ટ , આઈડિયા પ્રેઝન્ટેશન, સેતુ બંધન, રોબો ફ્યુરીયોસીટી, વેબ-ઓ-માસ્ટરકોડ મેનિયા તેમજ નોન ટેક્નિકલ સ્પર્ધાઓ જેવીકે ક્રેઝી ક્રિકેટ અને મિનિટ ટુ વિનવગેરેનો સમાવેશ થાય છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ સ્પર્ધાઓમાં ૧૧૦૦ કરતા વધારે વિધાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે એકેડેમિક હેડ પ્રો.જય પટેલ, એડમિનિસ્ટ્રેટિવ હેડ પ્રો. નિકુલ પટેલ તેમજ સર્વે સ્ટાફગણનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો.
આ ‘સ્પેકટેકઃ ૨૦૨૨’ ના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ,ભાવિન પટેલ અને સ્પેક, એન્જીનિયરીંગના આચાર્ય ડૉ. (પ્રો) વિશ્વજિત ઠાકરે સૌને અભિનંદન પાઠવ્યા હતા