લો કોલેજ ગોધરા ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે સવિંધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લો કોલેજ ગોધરા નાં આચાર્ય શ્રી ડૉ અપૂર્વ પાઠક સર તથા મુખ્ય મહેમાન અને વક્તા તરીકે નિવૃત્ત ન્યાયાધીશ ડૉ એન.પી. પુરાણી તથા હજજ યુનિટ પ્રો ઓફિસર ડૉ સતીષ નાગર
તથા વુમન એમ્પાવરમેન્ટનાં અગ્રણી ડૉ કૃપા જયસ્વાલ અને ડૉ અર્ચના યાદવ તથા ડૉ અમિત મહેતા અને હજજ નાં સ્વયં સેવકો જાેડાયા હતાં સમગ્ર કાર્યક્રમ આયોજન હજજ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતુ કાર્યક્રમ નાં મુખ્ય વક્તા શ્રી એન.પી.પુરાણી જણાવ્યું હતું કે
આજના દિવસે ભારત નું બંધારણ અમલ માં આવ્યું હતું અને આપણો ભારત દેશ એક લાંબી ગુલામીમાંથી આઝાદ થયો છે. ઘણાબધા દેશોના અને જુદી-જુદી કોમના લોકોએ આપણા દેશ પર રાજ કર્યું છે. છેલ્લી અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે ભારતે લોકશાહી અપનાવી
અને દેશમાં લોકશાસન પ્રસ્થાપિત થયું. લોકોને વિવિધ પ્રકારના હક આપવામાં આવ્યાં અને અત્યાર સુધી થયેલા શોષણને ડામવાના પ્રયત્નો શરૂ થયાં. લોકો હવે આઝાદીથી પોતાનું જીવન જીવી શકતા હતા અને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવી શકતા હતાં.
સમય જતાં હકોની સાથે સાથે દેશ પ્રત્યે લોકોની ફરજાે અને કર્તવ્યો વિશે ચર્ચાએ જાેર પકડ્યું. દેશના નાગરિકોને હકો તો આપવામાં આવ્યા પરંતુ દેશ પ્રત્યેની એમની ફરજાે નક્કી ન થઈ શકી. દેશની સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રિમ કોર્ટે સૌપ્રથમ વખત નાગરિકોની ફરજાેની જરૂરિયાત દર્શાવી
અને ત્યારબાદ ૧૯૭૬માં ભારતના તત્કાલિન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બંધારણીય સુધારા દ્વારા આપણા દેશના સંવિધાનમાં મૂળભૂત ફરજાેને સામેલ કરી. છેલ્લે ૨૦૦૨માં આ ફરજાેમાં નવી ફરજ તરીકે બાળકના માતા-પિતા અથવા વાલીને ૬ થી ૧૪ વર્ષની વયના બાળકને ભણાવવા માટે કર્તવ્યબદ્ધ કરાયા.
ભારતના એક જાગૃત નાગરિક તરીકે આપણું કર્તવ્ય છે કે આપણે સૌ આપણી આ ફરજાેને સન્માન આપીએ અને તે પ્રમાણે દેશ પ્રત્યેનું આપણું કર્તવ્ય અને દેશ પ્રત્યેની જવાબદારી નિભાવીએ.? ભારત દેશના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ છે ઃ
બંધારણ આ મુખ્ય દિવસે વકીલો માટે માત્ર દસ્તાવેજ નહિ પણ નિયમ માટે નો એક પવિત્ર બંધન છે રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતુ રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃતિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની. નાગરિકોમાં જેઓ માતા-પિતા અથવા વાલી છે તેઓ પોતાના ૬ વર્ષથી ૧૪ વર્ષના બાળકોને શિક્ષણ માટેની તમામ તક પૂરી પાડશે
ઉપરાંત સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઉમેશ બંજારા અને શેખ અલીફ જાન દ્વારા કરવામાં આવ્યું હતું અંતે બધા અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા સમગ્ર આયોજનનું શ્રેય એન એસ એસ યુનિટ કોલેજ ગોધરાની જાય છે