Western Times News

Gujarati News

લો ગાર્ડન સ્ટ્રીટ અને સી.જી.રોડ પ્રિસેન્ટ તરીકે ડેવલોપ કરાશે

File

અંદાજે ર.૮ કિ.મી.ના ડેવલમેન્ટ માટે રૂ.૪૮.પ૯ કરોડનો ખર્ચ થશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પ્રવેશદ્વારોને આકર્ષક બનાવવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે એરપોર્ટ સર્કલથી ઈÂન્દરાબ્રીજ સુધી આઈકોનીક રોડ બનાવવામાં આવ્યો છે તેજ થીમ પર શહેરમાં વધુ સાત રોડ પણ બનાવવામાં આવશે.

હવે શહેરની આગવી ઓળખ સમાન લો ગાર્ડન વિસ્તાર પણ એક અલગ થીમથી ડેવલપ કરવામાં આવી રહયો છે જેમાં લો ગાર્ડન અને શ્રીજી રોડને સંયુકત રીતે ડેવલપ કરવામાં આવશે જેના માટે અંદાજે રૂ.૪૮ કરોડનો ખર્ચ થશે.

શહેરના લો ગાર્ડન અને શ્રીજી રોડ પ્રિસેન્ટ તરીકે ડેવલપ કરવામાં આવશે જેની લંબાઈ અંદાજે ર.૮ કિ.મી. રહેશે. સદર ડેવલોપમેન્ટ એનસીસી ચોકથી શરૂ થઈ ટેપ સર્કલ, તનીષ્ક, ગુલબાઈ ટેકરા સુધી કરવામાં આવશે જયારે બીજા ફેઝમાં ટેપ સર્કલથી ચિરાગ મોટર, પંચવટીથી લો ગાર્ડન બીઆરટીએસ અને બીઆરટીએસથી જીઆઈસીઈએ સુધી ડેવલપમેન્ટ થશે.

આ તમામ રોડમાં સ્ટ્રીટ ડેવલપમેન્ટ થવાના કારણે ટ્રાફિક સ્ટ્રીમ લાઈનમાં થશે તેમજ ટ્રાફિકનું ભારણ આ જગ્યા પર ઓછુ થશે. રોડના જંકશન ડેવલપ થવાના કારણે ટ્રાફિકનું મેનેજમેન્ટ સારી રીતે થઈ શકશે તેમજ સ્ટ્રીટ ડેવલપમેન્ટના કારણે વિવિધ પ્રવૃતિઓને પણ વેગ મળશે. સદર ડેવલપમેન્ટ લો ગાર્ડન થીમ પર કરવામાં આવશે

જેના કારણે નવા પ્લાન્ટેશન થશે તેથી રોડની સુંદરતામાં વધારો થશે અને પ્રદુષણમાં ઘટાડો થશે. લો ગાર્ડન વિસ્તારમાં અલગથી માર્કેટ પ્લેસ અને પબ્લીક પ્લાઝા તૈયાર કરી વેન્ડર સ્ટ્રીટ સાથે ડેવલપ કરવામાં આવશે આ ઉપરાંત અહીં પા‹કગ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવશે આ સમગ્ર ડેવલપમેન્ટ માટે રૂ.૪૮.પ૯ કરોડનો ખર્ચ થશે. એનસીસી સર્કલને સાંકળતા રોડ પર હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવી છે તેની સુંદરતામાં પણ વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.