Western Times News

Gujarati News

રાજદ્રોહનો કાયદો જરૂરીઃ ભારતના કાયદા પંચનો અભિપ્રાય

રાજદ્રોહ કાયદાને લઈને ભારતના કાયદા પંચનો અભિપ્રાયઃ પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી, ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવાશેઃ સજા પણ વધારવાની ભલામણ

નવી દિલ્હી, રાજદ્રોહના કાયદાને રદ્દ કરવાની જરૂર નથી. આ ભલામણ ભારતના કાયદા પંચ દ્વારા રાજદ્રોહ કાયદાને લઈને કરવામાં આવી છે. પંચે કેટલાક ફેરફારો સાથે રાજદ્રોહના કાયદાને જાળવી રાખવાની ભલામણ કરી છે. આ અંગેનો રિપોર્ટ કાયદા મંત્રાલયને મોકલવામાં આવ્યો છે.

ભારતના કાયદા પંચનું કહેવું છે કે ભારતીય દંડ સંહિતામાં રાજદ્રોહનો ગુનો (કલમ ૧૨૪એ) કેટલાક ફેરફારો સાથે જાળવી રાખવો જાેઈએ. પંચે વધુ સ્પષ્ટતા માટે કાયદામાં સુધારાની ભલામણ કરી છે.

કાયદા પંચે જણાવ્યું છે કે ભારતીય દંડ સંહિતા (આઈપીએસ)માં કલમ ૧૨૪એને જાળવી રાખવાની જરૂર છે. જાેકે, કેદારનાથ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના તથ્યોને સામેલ કરીને કેટલાક સુધારા કરી શકાય છે, જેથી જાેગવાઈના ઉપયોગ અંગે વધુ સ્પષ્ટતા લાવી શકાય.

રાજદ્રોહના ગુના અંગે કાયદા પંચનો પ્રસ્તાવ અને ભલામણો.
રાજદ્રોહના ગુનાની સજા વધારવી જાેઈએ. પંચે ભલામણ કરી છે કે રાજદ્રોહ માટે ઓછામાં ઓછી ૩ વર્ષથી ૭ વર્ષની જેલની સજા કરવામાં આવે. ભારતના કાયદા પંચે કહ્યું કે ભારતની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે રાજદ્રોહનો કાયદો જરૂરી છે.

ભારતની આંતરિક સુરક્ષા સામે ખતરાને ધ્યાનમાં લેવામાં આવે. નાગરિકોની સ્વતંત્રતા ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે જ્યારે રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. ભારત વિરુદ્ધ કટ્ટરતા ફેલાવવામાં અને સરકારને નફરતની સ્થિતિમાં લાવવામાં સોશિયલ મીડિયાની મોટી ભૂમિકા છે.

ઘણીવાર વિદેશી શક્તિઓની મદદ અને સગવડતા પર થાય છે, આ માટે કલમ ૧૨૪એ લાગુ કરવામાં આવે તે વધુ મહત્વપૂર્ણ છે.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલને લખેલા તેમના કવરિંગ લેટરમાં ૨૨મા કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી (નિવૃત્ત)એ પણ કેટલાક સૂચનો આપ્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએસની કલમ ૧૨૪એ જેવી જાેગવાઈની ગેરહાજરીમાં સરકાર વિરુદ્ધ હિંસા ઉશ્કેરતી કોઈપણ અભિવ્યક્તિ પર વિશેષ કાયદાઓ અને આતંકવાદ વિરોધી કાયદાઓ હેઠળ કાર્યવાહી થવી જાેઈએ, જેમાં આરોપીઓ સાથે વ્યવહાર કરવા માટે ઘણી વધુ કડક જાેગવાઈઓ છે.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીએસ કલમ ૧૨૪એને અમુક દેશોએ રદ કરી છે તેના આધારે રદ કરવું યોગ્ય નથી, કારણ કે આવું કરવું એ ભારતમાં જમીની વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરવા જેવું હશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને રદ્દ કરવાથી દેશની અખંડિતતા અને સુરક્ષા પર અસર પડી શકે છે.

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રાજદ્રોહનો ગુનો એ યુગ (બ્રિટિશ યુગ) પર આધારિત વસાહતી વારસો છે જેમાં તે ઘડવામાં આવ્યો હતો. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સામે તેના ઉપયોગના ઇતિહાસને જાેતાં આ ખાસ કરીને સાચું છે, પરંતુ ભારતીય કાયદાકીય વ્યવસ્થાનું સમગ્ર માળખું સંસ્થાનવાદી વારસો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.