લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું
પાકિસ્તાનથી ડ્રગ્સ મગાવવાના કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસ પુછપરછ કરશે
ATSએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલા હાઉસની NIAએ અરજી કરી જે અરજીને કોર્ટે મંજુર કરી દીધી
અમદાવાદ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક ફેલાવનારા લોરેન્સ બિશ્નોઇનું હવે પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું છે.પાકિસ્તાનથી ૧૯૪ કરોડનું ડ્રગ્સ મંગાવવાનો તેની પર આરોપ છે. ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા માટે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજીને મંજુર કરી દીધી છે. Lawrence Bishnoi Connection with Pakistan
હવે ગુજરાત પોલીસ લોરેન્સ બિશ્નોઈની પુછપરછ કરી શકે છે.ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં પોલીસે અગાઉ ૬ પાકિસ્તાની સહિત આઠ લોકોને પકડ્યા હતાં. ગુજરાત એટીએસે હવે પ્રોડક્શન વોરન્ટ જાહેર કર્યું છે.ગુજરાતના એનડીપીએસના એક કેસમાં પુછપરછની માંગ કરવામાં આવી હતી.
એટીએસ દ્વારા આ મામલે પટિયાલા હાઉસની એનઆઈએ કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પુછપરછ માટે અરજી કરવામાં આવી હતી. જેને કોર્ટે મંજુર કરી દીધી છે. હવે એટીએસ ડ્રગ્સના કાળા કારોબારનો વધુ પર્દાફાશ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં આતંક મચાવનાર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતા સલમાનખાન, ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સંજય રાઉત, અભિનેત્રી રાખી સાવંત સહિત સુરતમાં પણ વેપારીઓને ધમકીઓ આપી છે.