સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાન ખાનની હત્યા કરવા માંગતો હતો લોરેન્સ બિશ્નોઈ
મુંબઈ, નવી મુંબઈ પોલીસે સલમાન ખાન કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. બિશ્નોઈ ગેંગે સુપરસ્ટારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને મહિનાઓ સુધી પડછાયાની જેમ સલમાનનો પીછો કર્યાે હતો. આ ચાર્જશીટ ૩૫૦ પાનાની છે.
જેમાં મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગના સમગ્ર પ્લાન સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને છેલ્લા કેટલાક સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈદના એક દિવસ બાદ જ તેમના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. ત્યારથી સલમાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. પહેલા એવું લાગતું હતું કે મામલો દબાઈ જશે પરંતુ સલમાન ખાનને લોરેન્સ ગેંગ તરફથી સોશિયલ મીડિયા પર વારંવાર ધમકીઓ મળી રહી છે.
હવે મુંબઈ પોલીસે આ મામલામાં ૩૫૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં આ સમગ્ર મામલાની ઘણી વિગતો સામે આવી છે જે ચોંકાવનારી છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે અભિનેતા સલમાન ખાનની હત્યા માટે પાકિસ્તાનથી એકે-૪૭ રાઈફલ્સ મંગાવી હતી. પનવેલ પોલીસની ચાર્જશીટ મુજબ, સિદ્ધુ મુસેવાલાની જેમ સલમાનને મારી નાખવાની યોજના હતી. આ હુમલો કોઈ ફિલ્મના શૂટિંગ દરમિયાન અથવા સલમાન પનવેલના ફાર્મહાઉસમાં હતો ત્યારે કરવામાં આવ્યો હશે. મહારાષ્ટ્ર પોલીસે તમામ ટેકનિકલ પુરાવાઓના આધારે ચાર્જશીટ દાખલ કરી છે.
તેની ગુપ્તચર તપાસમાં, પનવેલ પોલીસે મોબાઈલ ફોન ટાવર, લોકેશન, વોટ્સએપ ચેટ જેવા ઈનપુટની મદદથી શંકાસ્પદ લોકો પાસેથી ગુપ્ત માહિતી એકત્ર કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ લોરેન્સ બિશ્નોઈની ગેંગ સલમાન ખાન પર તેની ફિલ્મના શૂટિંગ દરમિયાન કથિત રીતે હુમલો કરવા જઈ રહી હતી અથવા સલમાન ખાન જ્યારે પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર આવ્યો ત્યારે હુમલો થયો હોત.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસેવાલાની જેમ તેમના વાહનને ઘેરીને એકે-૪૭ અને પાકિસ્તાની હથિયારોથી હુમલો કરવામાં આવનાર હતો.પનવેલ પોલીસે ગયા અઠવાડિયે ૩૫૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ૫ લોકોના નામ સામેલ છે.
પોલીસ ચાર્જશીટમાં અજય કશ્યપ (૨૮), ગૌતમ વિનોદ ભાટિયા (૨૯), વાસ્પી મહમૂદ ખાન ઉર્ફે ચાઇના (૩૬), રિઝવાન હસન ઉર્ફે જાવેદ ખાન (૨૫) અને દીપક હવાસિંગ ઉર્ફે જોન વાલ્મીકી (૩૦)ના નામ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈએ આ ગેંગને ૨૫ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
એપ્રિલમાં પનવેલ પોલીસ ઈન્સ્પેક્ટર નીતિન ઠાકરેને બાતમી મળી હતી કે લોરેન્સ ગેંગ સલમાન ખાન પર હુમલાની યોજના બનાવી રહી છે.SS1MS