ગુન્હો બને ત્યારે કાયદો ઘડાય છે ! પ્રજા અવાજ ઉઠાવે છે પછી બધાં ઉંઘી જાય છે કે કોઈ ડરી જાય છે ?!
રાજકોટના TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડ સામે તેમની ટીકા કરવા ગુજરાત બાર કાઉન્સિલ કેમ આગળ ના આવી હવે તો વકીલોએ પણ વિચારવાની જરૂર છે ?!
પુલો ઉભા, ઉભા બેસી જાય છે ?! હોડીઓ ચાલતી, ચાલતી ગબડી પડે છે ?! આગ ગમે ત્યારે લાગી શકે બધાંને મોતને નજીકથી જોવાનો લાહવો કયાંથી મળે ?! આ બધું જોઈને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો “સુઓમોટો” ન્યાયધર્મ અદા કરી રહ્યા છે ?!
ગુજરાતમાં બનતા મૃત્યુકાંડમાં વહીવટી તંત્રની નિષ્ફળતા સામે “ન્યાય ધર્મ” આઝાદીના સમયથી મકકમ નિર્ણાયક ભૂમિકામાં છે પણ ગુજરાતની ખમીરવંતી જનતાનું ખમીર સોશિયલ મિડીયામાં ખોવાઈ ગયું છે કે શું ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! ગુજરાત હાઈકોર્ટ હોય કે દેશની અન્ય હાઈકોર્ટ હોય તેઓ જો આજે ન્યાયધર્મ અદા કરવામાં ઉણા ઉતરે તો દેશમાં લોકશાહી ખતરામાં આવી શકે છે ! ભારતની સુપ્રિમ કોર્ટની ભૂમિકા ૧૯૫૦ થી ઘણી જ મહત્વની અને અવિરત રહી છે ! સુપ્રિમ કોર્ટ એ સર્વાેચ્ચ અદાલત છે દેશની સુપ્રિમ કોર્ટમાં અનુભવી, કાબેલ અને દેશના બંધારણને આભારી ન્યાયાધીશો હોય છે !
માટે અનેક ચૂકાદાઓમાં ઠરેલતા, સંવેદનશીલતા અને બંધારણવાદની ભાવના જોવા મળે છે ! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે, “વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતા નિર્ણયોની કાયદેસરતા અને બંધારણીય યોગ્યતાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ન્યાયતંત્રે મેદાનમાં ઉતરવું પડે છે”! તો બીજી બાજુ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડ કહે છે કે, ‘વકીલો રાજકીય પક્ષોને નહીં બંધારણને વફાદાર રહે’!
ત્યારે આ દેશમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ વકીલો હતાં આ કવોલીટીની શોધ જરૂરી છે ! વકીલાતના વ્યવસાયમાં અને ગુજરાત બાર કાઉÂન્સલ જેવી સંસ્થાનું રાજકીયકરણ એ આજની કાનૂની વિષમ પરિસ્થિતિમાં કોઈ રીતે ઉપયોગી નિવડતું લાગતું નથી ?! ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કાર્યવાહી કરી રાજકીય પક્ષોના લીગલ સેલ વાતોના વડા શિવાય શું કરે છે ?!
રાજકોટના ગેમિંગ ઝોન અગ્નિકાંડ સામે તેમની ટીકા કરવા ગુજરાત બાર કાઉન્સિલ કેમ આગળ ના આવી હવે તો વકીલોએ પણ વિચારવાની જરૂર છે ?! કારણ કે તેમને ન્યાય તો ‘ન્યાયતંત્ર’ પાસેથી જ મળવાનો છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવતાં નિર્ણયોની કાયદેસરતા અને બંધારણીય યોગ્યતાનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે ન્યાયતંત્રે મેદાનમાં ઉતરવું પડે છે – ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડ !!
અમેરિકાના જાણીતા ઉદ્યોગપતિ અને સોનીના સહસ્થાપક એન્ડ્રયુ કોર્નેગીએ કહ્યું છે કે, “બધું જાતે જ કરવા માંગતો અને બધો જ જશ જાતે જ ખાટવા માંગતો હોય એવો વ્યક્તિ કદી મહાન નેતા ન બની શકે ?”!! અમેરિકના ફ્રોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડેે કહ્યું છે કે, “લોકો સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે સમસ્યાની આસપાસ જ આંટા ફેરા કરે છે”!! દેશમાં અને ગુજરાતમાં કાયદાના શાસન સામે અનેક જગ્યાએ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે !
લોકોની ઉદાસીનતા, જાગૃતિનો અભાવ ! નેતૃત્વ પસંદગીમાં તર્કનો અભાવ ! શોટકટથી નાણાં કમાવવાની કથિત સુશિક્ષિત લોકોમાં વધેલો માહોલ ! નેતૃત્વમાં સંવેદનશીલતાના અભાવને લઈને રાજકોટમાં અÂગ્નકાંડની ઘટના બની હોવાનું મનાય છે ! કારણ કે જયારે પોલીસ અધિકારીઓ અને મુખ્ય કમિશ્નનરોને એમ લાગે કે, “વાડ ચીભડા ગળશે તો પણ બધું ચાલશે”! ત્યારે રાજકોટ જેવી દુર્ઘટના આકાર લે છે !
અને ત્યારે ભગવાન ભરોસે ચાલતા તંત્ર સામે ન્યાયતંત્રે આંખ લાલ કરવી પડે છે ! રાજકોટના ગેમિંગ ઝોન કાંડ માનવ સર્જીત હોવાનું જણાતા નામદાર ગુજરાત હાઈકોર્ટે રજાના દિવસે રવિવારે સુઓમોટો સૂનાવણી હાથ ધરી એ ચિંતાનો વિષય છે !!
ગુજરાત વિધાનસભામાં કાયદા ઘડાય છે પણ તેનો અમલ કરાતો નથી ! ભ્રષ્ટાચાર અને દુરાચારે માથું ઉંચકયુ છે તેનું પરિણામ રાજકોટ જેવા માનવ સર્જીત કાંડ છે અને વહીવટી ગેરરિતીઓ દ્વારા સર્જાતી દુર્ઘટનાઓ છે !! ગુજરાતની ખમીરવંતી જનતાના ખમીરનો અવાજ શોશિયલ મિડિયામાં જતાં ગુજરાતમાં જાગૃતતા આવતા વર્ષાે વીતી જશે ?!
ઓલિવર ગોલ્ડ સ્મિથ નામના વિચારકે કહ્યું છે કે, “કાયદો ગરીબો પર શાસન કરે છે અને ધનાઢયો કાયદા પર શાસન કરે છે”!! ગુજરાત વિધાનસભા અનેક સારા કાયદાઓ રચે છે ! તેમાં ગુન્હેગારોને સજા કરવાની જોગવાઈ પણ સારી હોય છે ! પરંતુ ગુજરાત વિધાનસભામાં રચાવેલ કથિત કડક કાયદાઓ એ “ટીથલેશ ટાઈગર” સાબિત થયા છે !
દાંત વગરના બોખા વાઘો શિકાર કરી શકતા નથી ! ચુનંદા અધિકારીઓને સરકાર નિમે છે પણ આ અધિકારીઓ સરકારની પ્રતિષ્ઠાને કોઈ લાભ કરાવતા નથી ! અને પુલો પડી જાય છે અને નિર્દાેષ લોકો જાન ગુમાવે છે ! સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ કોન્ટ્રાકટ આપે છે પછી તેના પર કોઈની બાજ નજર હોતી નથી કારણ કે આવા કથિત કોન્ટ્રાકટ બીજાની ભલામણથી અપાઈ જાય છે ! ગુણવત્તાનો મુદ્દો રહેતો નથી અને દુર્ઘટના બને પછી કાયદાનો કડક અમલની વાતો થાય છે !
પરંતુ પહેલેથી કાયદાનો કડક અમલ થાય તો વિધાનસભામાં નવા કાયદાઓ રચાવની જરૂર જ ન પડે ! આ માટે કોણ જવાબદાર છે ?! લોકો વિચારી જ શકતા નથી ?! છતાં કેટલાક નિષ્ઠાવાન પત્રકારો લોકોના હિતમં “સત્યનો પર્દાફાશ” કરે છે ! અને ન્યાયાલયો પગલા લે છે ! પણ સરકારે આવી અનેક દુર્ઘટના બનતી અટકાવવા માટે જવાબદાર અધિકરીઓ સામે પગલા એવી રીતે લેવા જોઈએ કે દરેક અધિકારીને પોતાની નોકરી ગુમાવવાનો અને જેલમાં જવાનો ડર હોવો જોઈએ ! જે આજે નથી ?!
રાજકોટના ગેમિંગ અÂગ્નકાંડમાં રજાના દિવસે પણ હાઈકોર્ટના જસ્ટીસ બિરેન વૈષ્ણવ અને જસ્ટીસ શ્રી દેવનભાઈ દેસાઈએ સુઓમોટો ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, “ન્યાયતંત્ર એ નાગરિકોની આઝાદીના રક્ષણ માટે પ્રાથમિકતા સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ”!!
ગુજરાતના રાજકોટ વિસ્તારમાં ગેમિંગ ઝોન અગ્નિકાંડ બન્યો કે તરત જ આ ઘટનાથી બધાએ કિનારો કરવાની દોડ જામી ! નિર્દાેષ બાળકો અને અનેક નિર્દાેષ લોકો જીવતા ભુજાઈ ગયા ! નેતાઓ દ્વારા મદદ કરવાની દોડ જામી અને નેતાઓ / અધિકારીઓ ભારે મુંઝવણમાં મુકાઈ ગયા ! ગુજરાતમાં પુલો બેસી ગયા ! હોડી કાંડમાં બાળકો તણાઈ ગયા !
અને ગુજરાતમાં લોકો છેતરપિંડી પ્રકરણોમાં લુંટાઈ ગયા ! ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો ! કોન્ટ્રાકટ આપવામાં પણ વાલાદવલાની નિતિને કારણે ગુણવત્તાનો ભોગ લેવાયો ! ગુજરાતની ખમીરવંતી જનતા “શોશિયલ મિડિયામાં” સમય બગાડે છે ! કોઈને કોઈની કાંઈ પડી નથી ! વકીલ આલમમાં જાગૃતતા છે પણ તે પણ છીછરી થતી જાય છે તેવા સમયે પણ જો કોઈ પોતાના “ધર્મ” ના ચૂકયું હોય તો એ ન્યાયતંત્ર છે !
રાજકોટનો ભયાનક અગ્નિકાંડમાં મોટી સંસ્થામાં લોકોના કરૂણ અવસાન થતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી બિરેનભાઈ વૈષ્ણવે અને જસ્ટીસ શ્રી દેવનભાઈ દેસાઈએ સુઓમોટો કાર્યવાહી રવિવારે રજાના દિવસે હાથ ધરીને સમગ્ર ગુજરાતની જનતાને “કર્તવ્ય ધર્મ” નો ઐતિહાસિક અને સૂચક સંદશો આપ્યો ! યોગ્ય મંજુરી વગર ચાલત ગેમિંગ ઝોન અગ્નિકાંડ માટે સમગ્ર તંત્ર જવાબદાર જણાતા ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાને અત્યંત ગંભીરતાથી લીધો છે !
કોર્ટે એવું પણ અવલોકન કર્યું હતું કે અખબારી અહેવાલ વાંચી અમને આઘાત લાગ્યો ! કોર્ટે આ કેસમાં અનેક છટકબારીઓના ચાલાકી પૂર્વક થયેલા દુરઉપયોગનું પણ ગંભીરતાપૂર્વક નિરીક્ષણ કર્યું છે ! અને સરકાર સહિત તમામ જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસા માંગ્યા છે ! કોર્ટે એવું પણ કહ્યું કે, “તમે અધિકારીઓને સસ્પેન્ડ ન કરી શકતા હોવ તો અમે આદેશ આપીએ”!
ત્યારપછી તંત્ર જાગ્યું છે પરંતુ આ બોખા દાંત વાળા ટાઈગરો પગલા લેશે ?! જો કે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ અને જસ્ટીસ શ્રી દેવનભાઈ દેસાઈ કાબેલ અને નિષ્ઠાવાન ન્યાયાધીશો છે જે હવે આવા સડાનો કાયમી ઈલાજ થઈ જાય એવો ચૂકાદો આપશે એવી ગુજરાતની મિડિયા જનતાને અપેક્ષા છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.