Western Times News

Gujarati News

વ્યુહાત્મક રાજનીતિના ખેલાડી સ્વ. આર. આર. શુકલઃ ગોધરાકાંડ કેસના અનેક આરોપીઓને છોડાવ્યા હતાં !

વ્યુહાત્મક રાજનીતિના ખેલાડી પણ હતાં ! અને સક્ષમ બુધ્ધિજીવી વકીલોની એક મજબુત ટીમ બનાવી હતી ! ગોધરાકાંડ કેસના અનેક આરોપીઓને છોડાવ્યા હતાં ! અને ચકચારભર્યા બીજલ જોષી કેસમાં પણ વકીલ હતાં ! શ્રી આર. આર. શુકલા પાસે ગુજરાતના મોટા કેસો આવતા હતાં

ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને વિખ્યાત ધારાશાસ્ત્રી સ્વ. આર. આર. શુકલની સ્મૃતિમાં સ્મર્ણાજંલી કાર્યક્રમ જાણીતા સફળ વિદ્વાનોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો !!

તસ્વીરમાં ડાબી બાજુથી વિખ્યાત ધારાશાસ્ત્રી સ્વ. શ્રી આર. આર. શુકલની મંગલદીપ સાથેની તસ્વીર દ્રષ્ટિગોચર થાય છે ! જયારે મંચ ઉપર અમદાવાદ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, ફોજદારી બારના અગ્રણી અને જાણીતા ધારાશાસત્રી શ્રી જગરૂપસિંહ રાજપુત, ન્યાયાધીશ શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, નોટરી અને વિદ્વાન એડવોકેટ શ્રી જયેશભાઈ મોદી,

નોટરી શ્રી કિશોર આર. સોલેજી તથા સ્વ. શ્રી આર. આર. શુકલના ધર્મપત્ની ઉષાબેન આર. શુકલ દ્રશ્યમાન થાય છે ! શ્રી આર. આર. શુકલએ ગુજરાત બાર કાઉÂન્સલનું નેતૃત્વ કરતા હતાં અને ભા.જ.પ. તરફી એક મોટી “વીંગ” ઉભી કરીને ગુજરાત બાર કાઉÂન્સલનું વર્ષાે સુધી નેતૃત્વ કર્યું હતું ! આજના કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો કેસ પણ શ્રી આર. આર. શુકલા લડયા હતાં !

વિદ્યાર્થી પરિષદ કાળ દરમ્યાન પણ શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શક અને ગુરૂ તરીકે પણ શ્રી આર. આર. શુકલાની વિધેયાત્મક ભૂમિકા રહી હતી ! ફોજદારી બારના વકીલો ઉપર કેસો થયા ત્યારે શ્રી આર. આર.શુકલાએ કેસનું નેતૃત્વ કરી વકીલોને મદદ કરી હતી ! તેમના હાથ નીચે તૈયાર થયેલા અનેક જુનીયર્સ વકીલો, ન્યાયાધીશો, સરકારી વકીલો, નોટરીઓ છે તેઓ સૈધ્ધાંતિક રીતે વકીલાતની વ્યવસાયિક ગરિમાના પથદર્શક હતાં !

જેથી તેમના જુનીયર્સ વકીલોને શ્રેષ્ઠ વકીલ બનાવવા માટેની તાલીમ શાળા હતી ! શ્રી આર. આર. શુકલા પત્રકારત્વ જગતના પણ મિત્ર હતાં ! આમ શ્રી આર. આર. શકુલા ભલે આજે આપણી વચ્ચે નથી ! પરંતુ તેમણે માનવ જગતમાં આંબા વાવીને વકીલ તરીકે “અમર” થઈ ગયા છે ! તેમની ખોટ બધા મહેસૂસ કરે છે !! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

પૂર્વ ડેપ્યુટી મેયર જગરૂપસિંહ રાજપુત, ન્યાયાધીશ ધર્મેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, નોટરી જયેશભાઈ મોદી, નોટરી શ્રી કિશોરભાઈ સોલેજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં !!

અમેરિકાના રાજનિતિજ્ઞ અને વૈજ્ઞાનિક બેન્જામીન ફ્રેન્કલીને કહ્યું છે કે, ‘કાં તો કાંઈક વાંચવા લાયક લખો, કાં તો કાંઈક લખવા લાયક કરો’! જયારે અમેરિકાના કેળવણીકાર લેખક, વકતા અને ઉદ્યોગપતિ રોબર્ટ ક્રિયોસાકીએ કહ્યું છે કે, ‘તમે આજે શું કરો છો, તેના પર તમારૂં ભવિષ્ય નિર્ભર કરે છે, નહીં કે આવતી કાલ પર’!!

ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી ગુજરાત બાર કાઉÂન્સલના પૂર્વ ચેરમેન, ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ અને સમગ્ર વકીલ આલમના ફ્રેન્ડ, ફીલોસોફર અને માર્ગદર્શક શ્રી આર. આર. શુકલની સુદિર્ઘ સેવાની યાદમાં તેમના જુનીયર્સ વકીલો દ્વારા તેમને ભાવનાત્મક અંજલિ અર્પતો કાર્યકરમ અંકુર સ્કૂલ, પાલડીના પટાગણમાં એક સ્મૃતિ તરીકે યોજાઈ ગયો ! જેમાં મોટી સંખ્યામાં તેમના જુનીયર્સ વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં !!

એડવોકેટ સ્વ. આર. આર. શુકલની યાદમાં જુનીયર્સ વકીલો ઉપસ્થિત રહી ગુરૂજી પ્રત્યે અને ગુરૂ માતા ઉષાબેન આર. શુકલા પ્રત્યે ભાવનાત્મક પ્રતિભાવ અભિવ્યક્ત કર્યાે અને ગુરૂ માતા ઉષાબેન શુકલે આભાર માન્યો !!

તસ્વીર ગુજરાત બાર કાઉÂન્સલના ચેરમેન અને ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી આર. આર. શુકલાની યાદમાં યોજાયેલ સ્મરણાંજલિ કાર્યક્રમની છે ! જેમાં અનેક વિદ્વાન વકીલો અને તેમના જુનીયર્સ વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં ! તથા અનેક મહિલા ધારાશાસ્ત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં ! તેની આ બોલતી તસ્વીર છે ! જયારે બીજી તસ્વીરમાં મોટી સંખ્યામાં જુનીયર્સ વકીલો જોઈને ભાવુક થયેલા !

સ્વ. શ્રી આર. આર. શુકલાના ધર્મપત્ની ઉષાબેન આર. શુકલા તમામ ઉપસ્થિત જુનીયર્સ અને મહાનુભાવોનો સહૃદય આભાર માન્યો હતો ! જીવનના દરેક પડકારો વચ્ચે પતિ સ્વ. શ્રી આર. આર. શુકલાનો સાથ નિભાવનાર ઉષાબેન શુકલાને એ વાતની ખુશી રહેશે કે જુનીયર્સ વકીલો તેમને “ગુરૂ માતા” તરીકે સંબોધીને શુકલા સાહેબ પ્રત્યે પોતાની ઉમદા ભાવના સમર્પિત કરી હતી !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)

બ્રિટીશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે, ‘નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે, જયારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તક શોધે છે’!! જયારે માર્કટવેને કહ્યું છે કે, ‘એવા કર્મ કરો કે સમયની રેત ઉપર તમારા પગલા રહે’! આજકાલ લોકો પોતાના માટે જીવે છે, ખાય છે, પીવે છે અને મૃત્યુ પામે છે ! પરંતુ જે કોઈના માટે જીવે છે અને દુનિયામાં ‘આંબા’ વાવે છે તેમને તેમના મૃત્યુ પછી પણ દુનિયા યાદ કરે છે ! આવું જીવન જીવનાર ગુજરાત બાર કાઉÂન્સલના પૂર્વ ચેરમેન અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી આર. આર. શુકલાને દુનિયા કઈ રીતે ભુલી શકે ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.