Western Times News

Gujarati News

“વકીલો “સત્ય”ના લડવૈયા છે તો પછી પોતાના માટે કેમ લડતા નથી ?!”

ગુજરાતમાં વકીલ મંડળો રજીસ્ટર્ડ ન હોય તો તેનું કાનૂની મૂલ્ય કેટલું ?! અને વકીલ મંડળો રજીસ્ટર્ડ કરાવવા હોય તો કયા કાયદા હેઠળ રજીસ્ટર્ડ કરાવવા તે અંગે અત્યાર સુધી ગુજરાત બાર કાઉન્સિલે શું કર્યુ એવા સવાલોની ચર્ચા શરૂ થઈ છે !!

તસ્વીર મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટની છે. ગુજરાતમાં ફોજદારી બાર એસોસીએશન એ સૌથી મોટું અને મજબુત બાર એસોસીએશન કહેવાય છે !! તેમાં એકતા પણ છે અને ત્યાં કાબેલ, સિનિયર વકીલો પણ છે !! ફોજદારી કોર્ટ બારમાંથી ત્રણ ત્રણ વકીલો ગુજરાત બાર કાઉ ન્સલમાં ચૂંટાય છે

છતાં ફોજદારી કોર્ટ બાર એસોસીએશન રજીસ્ટર્ડ નથી ?! કેટલાક વકીલો હસતા, હસતા કહે છે કે, વકીલ મંડળ રજીસ્ટર્ડ હોય તો પછી હિસાબો દર વર્ષે ઓડિટ કરાવવા પડે !! કેટલાક નિયમોનું વધું પાલન કરવું પડે એટલે કોઈ બાર રજીસ્ટર્ડ કરાવતું નથી કે થવા દેતું નથી ?! કથિત રીતે આવું હોઈ શકે ?!

ના હાોય તો પણ એક બાબત રસપ્રદ છે કે, ગુજરાતમાં અનેક બારો રજીસ્ટર્ડ છે !! છતાં બારની ચૂંટણીમાં પ્રમુખ થવા કે કોઈ પણ હોદ્દા મેળવવા વકીલોની કેમ હોડ જામે છે ?! શું બાર અને બેન્ચ વચ્ચે સત્તાની સમતુલા જાળવી વકીલોની સમસ્યા ઉકેલવાની સેવા ભાવના સાથે બધાં ચૂંટણી લડે છે કે પછી પડદા પાછળનું કારણ જુદું છે ?!

ત્યારે એક અફવા એવી પણ ચાલે છે જેમાં તથ્ય ન પણ હોય પરંતુ અફવા અને ચર્ચા એ છે કે વકીલાત કરવાની સક્ષમતા ઓછી હોય એવા કથિત કેટલાક નેતાઓ વકીલાત ચલાવવા જ ચૂંટણી લડે છે !! સાચું છે કે ખોટું એ તો વકીલો જ જાણી પણ જયારે વકીલ મંડળ રજીસ્ટર્ડ ન હોય ત્યારે મેજીસ્ટ્રેટો, ન્યાયાધીશો, વકીલોની રજૂઆત ના માને તો કાનૂની ઉપાય શું ?! ખાલી દેખાવો જ થઈ શકે બીજું શું માટે બાર રજીસ્ટર્ડ કરાવવા માટે કાયદો બનાવવો જરૂરી છે સરકાર વિચારશે ?! ગુજરાત બાર કાઉ ન્સલ વિચારશે ?!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )

ફોજદારી બારની ચૂંટણી સમયે વકીલો વચ્ચે હોદ્દા મેળવવા સત્તાની હોડ જામે છે કેમ ?!

ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી ચિન્મય જાનીએ કહ્યું છે કે, “સત્તા પાછળની દોડ ! આ દોડમાં સૌથી વધારે ભોગ સત્યનો અને ન્યાયનો લેવામાં આવે છે જે વકીલોને સત્યના લડવૈયા માની લેવામાં આવે છે એ જ વકીલો ન્યાયની ગંગાાને પણ પ્રદુષિત કરી શકે છે એ ભુલી જવામાં આવે છે”!!

જયારે અમેરિકાના ફ્રેન્કલીન રૂઝવેલ્ટ કહે છે કે, “અત્યંત શિષ્ટ કાયદાનું પાલન પ્રાયઃ ઓછું જ હોય છે જયારે અતિ કડક કાયદાનું ઉલ્લંઘન બહું ઓછું થાય છે”!! રસપ્રદ અને ચોંકાવનારી હકીકત એ છે કે, ગુજરાતમાં અનેક વકીલ મંડળો છે પરંતુ આટલા વર્ષાે પછી પણ તેઓ રજીસ્ટર્ડ નથી

એટલે ના વકીલ મંડળ ઉપર કોઈ કેસ કરી શકે ના વકીલ મંડળ કોઈના પર કેસ કરી શકે ?! તો આવા વકીલ મંડળોને કેટલાક વકીલો કથિત રીતે “પેપર ટાઈગર” માને છે !! અને તેથી વકીલ મંડળોના ઠરાવો માનવા કોર્ટાે ઈચ્છે તો પણ તે બંધાયેલ નથી !! છતાં વકીલ મંડળોની ચૂંટણી લડવા કેમ હોડ જામે છે ?!

ગુજરાત બાર કાઉ ન્સલના સભ્ય શ્રી પરેશભાઈ જાની કહે છે કે, વકીલ મંડળો રજીસ્ટર્ડ કરવા માટે કાયદાની રચના કરવી જરૂરી છે જેથી વકીલ મંડળોનું મૂલ્ય અને વાસ્તવિક સત્તા વધે !!

ગુજરાત બાર કાઉ ન્સલના સભ્ય અને જાણીતા એડવોકેટ શ્રી પરેશભાઈ જાની કહે છે કે, “વકીલ મંડળો રજીસ્ટર્ડ કરવા હોય તો પણ કયા કાયદા હેઠળ રજીસ્ટર્ડ કરવા ?!” ખરેખર તો ગુજરાત બાર કાઉ ન્સલે તેમાં રસ લેવો જાેઈએ અને વકીલ મંડળો રજીસ્ટર થઈ શકે તે માટે એડવોકેટ એકટમાં સુધારાઓ કરવા જાેઈએ જેથી વકીલ મંડળોની વાસ્તવિક સત્તામાં વધારો થાય અને વકીલ મંડળોના ઠરાવો,

રજૂઆતોનું કાનૂની વજન પડે બાકી તો બાર અને બેન્ચ વચ્ચે પરસ્પર સમજુતીથી પ્રશ્નો ઉકેલાય છે પરંતુ બાર એસોસીએશન ગંભીર સમસ્યાઓ માટે અદાલતના દરવાજા ખટખટાવી શકતા નથી. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો મુદ્દો બને ત્યારે વકીલ મંડળો કાનૂની અર્થઘટન કરી રજૂઆત કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે !!

આવા સંજાેગોમાં વકીલ મંડળોમાંથી જ અવાજ ઉઠવો જાેઈએ કે ગુજરાત બાર કાઉ ન્સલ એડવોકેટ એકટમાં સુધારો કરાવી વકીલ મંડળો રજીસ્ટર્ડ થાય એવા કાયદાની રચના કરાવે !!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.