વકિલોના ડ્રેસકોડ પર ફરીથી વિચાર થવો જોઈએઃ મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડ

નવીદિલ્હી, ભારતના મુખ્ય ન્યાયધીશ ડીવાય ચંદ્રચુડે મોટી વાત કરી છે. ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, વકિલોના ડ્રેસકોડ મુદ્દે ફરીથી વિચાર થવો જાેઈએ. તેમણે કહ્યું કે, ભારતમાં ઉનાળામાં વકીલોના કડક ડ્રેસ કોડ પર ફરીથી વિચાર થવો જાેઈએ.
તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટની તમામ ૧૩ બેન્ચ દરરોજ ઓછામાં ઓછી ૧૦ જામીન અરજીઓ પર સુનાવણી કરશે. આના પહેલા પહેલા ૧૦ ટ્રાન્સફર પિટિશન પર પણ સુનાવણી કરવામાં આવશે.
૨૬ નવેમ્બરે દેશમાં સંવિધાન દિવસની ઉજણવી કરાય છે ત્યારે સંવિધાન દિવસની પુર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસે આ મોટી વાત કરી હતી. ડીવાય ચંદ્રચુડે આગળ કહ્યું કે, કાનૂની વ્યવસાયે તેના ઉપનિવેશિક આધારને દુર કરવો જાેઈએ.
આબોહવા પરિવર્તનને કારણે ઉનાળામાં ભારતમાં ભારે ગરમીનો સામનો કરવો પડે છે. આપણે વકીલો માટેના કડક ડ્રેસ કોડ પર પુનઃવિચાર કરવો જાેઈએ. તેમણે કહ્યું કે ડ્રેસને લઈને મહિલા વકીલો પર કોઈ નૈતિક દેખરેખ ન હોવી જાેઈએ.
ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં લગભગ ૩૦૦૦ ટ્રાન્સફર પિટિશન પેન્ડિંગ છે. હાલ સુપ્રીમ કોર્ટમાં ૧૩ બેન્ચ ચાલી રહી છે. આ સ્થિતિમાં શિયાળાની રજા પહેલા રોજની ૧૩૦ ટ્રાન્સફર પિટિશનનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચંદ્રચુડે કહ્યું કે સુપ્રીમ કોર્ટ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જામીનની બાબતો સૂચિબદ્ધ થાય અને તેનો ઝડપી નિકાલ થાય. તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં ન્યાયતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના પર બંધારણની કામગીરીનો આધાર છે. જ્યારે આપણે બંધારણની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે બંધારણ અપનાવતા પહેલાના ઇતિહાસ વિશે જાણવું જાેઈએ.
તેમણે કોલેજિયમની ટીકાઓનો પણ જવાબ આપ્યો. ચંદ્રચુડે કહ્યું કે લોકશાહીમાં કોઈપણ સંસ્થા પરફેક્ટ હોતી નથી પરંતુ અમે બંધારણના વર્તમાન માળખામાં કામ કરીએ છીએ.HS1MS