લક્ષ્મી ડેન્ટલ લિમિટેડનો IPO સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે
- પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી રૂ. 428ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે
- બિડ/ઓફર સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બુધવાર, 15 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે.
- બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
- આરએચપી લિંકઃ
અમદાવાદ, 09 જાન્યુઆરી, 2025 – લક્ષ્મી ડેન્ટલ લિમિટેડ (“LDL” or “The Company”) સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓના સંદર્ભમાં બિડ/ઓફર સમયગાળો ખોલશે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 407થી રૂ. 428 રાખવામાં આવ્યો છે (the “Price Band”). બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (The “Bid Lot”).
ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં રૂ. 1,380 મિલિયન સુધીના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ તથા વેચાણકર્તા શેરધારકો દ્વારા 1,30,85,467 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (“Offer for Sale”) નો સમાવેશ થાય છે (“Total Offer Size”).
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો નીચે મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે (1) કંપની દ્વારા મેળવવામાં આવેલા ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ અથવા અંશતઃ પૂર્વચૂકવણી કે ચૂકવણી જેનું મૂલ્ય અંદાજે રૂ. 229.84 મિલિયન (રૂ. 22.98 કરોડ) છે (2) ચોક્કસ બાકી દેવાની સંપૂર્ણ કે આંશિક રીતે પૂર્વચૂકવણી કે ચૂકવણી માટે ચોક્કસ પેટાકંપનીઓમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 46 મિલિયન (રૂ. 4.60 કરોડ) છે (3) કંપની માટે નવી મશીનરીની ખરીદી માટે જરૂરી મૂડી ખર્ચના ફંડિંગ માટે જેનું મૂલ્ય રૂ. 435.07 મિલિયન (રૂ. 43.51 કરોડ) જેટલું છે (4) નવી મશીનરીની ખરીદી માટે મૂડી ખર્ચની જરૂરિયાતો માટે પેટા કંપની બિઝડેન્ટ ડિવાઇસીસ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ જેનું મૂલ્ય અંદાજે રૂ. 250.04 મિલિયન (રૂ. 25 કરોડ) જેટલું છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
વેચાણ માટેની ઓફરમાં રાજેશ વ્રજલાલ ખાખર દ્વારા 1,96,604 સુધીના ઇક્વિટી શેર્સ, સમીર કમલેશ મર્ચન્ટ દ્વારા 4,34,598 સુધીના ઇક્વિટી શેર્સ (Together “Promoter Selling Shareholder”), ઓર્બિમેડ એશિયા 2 મોરેશિયસ લિમિટેડ દ્વારા 1,16,14,267 સુધીના ઇક્વિટી શેર્સ (“Investor Selling Shareholders”), જિજ્ઞા રાજેશ ખાખર દ્વારા 2,39,838 સુધીના ઇક્વિટી શેર્સ, હસમુખ વ્રજલાલ ખાખર દ્વારા 1,50,040 સુધીના ઇક્વિટી શેર્સ, અમરિશ મહેન્દ્રભાઈ દેસાઇ દ્વારા 1,50,040 સુધીના ઇક્વિટી શેર્સ, પરાગ જમનાદાસ ભીમજિયાણી દ્વારા 1,50,040 સુધીના ઇક્વિટી શેર્સ અને કુનાલ કમલેશ મર્ચન્ટ (All Together, “Other Selling Shareholders”) દ્વારા 1,50,040 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડ-ઓફર શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ-ઓફર સમયગાળો સોમવાર, 13 જાન્યુઆરી, 2025ના રોજ ખૂલશે અને બુધવાર, 15 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે (The “Bid Details”).
આ ઇક્વિટી શેર્સ અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાતમાં તારીખ 7 જાન્યુઆરી, 2025ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવે છે (The “ROC”).
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઇક્વિટી શેરને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (“NSE”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. કંપનીએ 30 ઓક્ટોબર, 2024ના રોજ લખેલા પત્રોને અનુસંધાને ઈક્વિટી શેરના લિસ્ટિંગ માટે બીએસઈ અને એનએસઈ તરફથી ‘સૈદ્ધાંતિક‘ મંજૂરીઓ પ્રાપ્ત કરી છે. આ ઓફરના હેતુઓ માટે બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (“BRLMs”) છે.
અહીં વપરાયેલા પરંતુ વ્યાખ્યાયિત ન કરાયેલા તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ આરએચપીમાં દર્શાવવામાં આવેલા અર્થ મુજબ થશે.
આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2) સાથેના અનુપાલનમાં અને સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારાયેલા (“SCRR”) અને સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન), નિયમો 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં જેમાં નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (“QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે (“Net QIB Portion”).
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (1) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓ માટે અનામત રખાશે (2) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે સેબી આઈસીડીઆર નિયમનોના અનુસંધાનમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવવામાં આવી શકે છે, જે ઓફરની કિંમતે અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને ઓફરના મહત્તમ 10 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડીની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં તેમની બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીના પેજ 544થી શરૂ થતી “Offer Procedure” વાંચો.
Disclaimer:LAXMI DENTAL LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the RHP with RoC and the Stock Exchanges on January 07, 2025.
The RHP shall be available on the website of SEBI at www.sebi.gov.in, the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, the website of the Company at www.laxmidentallimited.com and on the websites of the Book Running Lead Managers (“BRLMs”), i.e. Nuvama Wealth Management Limited, Motilal Oswal Investment Advisors Limited and SBI Capital Markets Limited at www.nuvama.com, www.motilaloswalgroup.com and www.sbicaps.com, respectively. Any potential investors should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, see ‘‘Risk Factors’’ beginning on page 37 of the RHP. Potential investors should not rely on the RHP filed with SEBI and the Stock Exchanges, and should instead rely on their own examination of our Company and the Offer, including the risks involved, for making any investment decision.
This announcement does not constitute an offer of securities for sale in any jurisdiction, including the United States, and any securities described in this announcement may not be offered or sold in the United States absent registration under the U.S. Securities Act of 1933 or an exemption from registration. Any public offering of securities to be made in the United States will be made by means of a prospectus that may be obtained from the Company and that will contain detailed information about the Company and management, as well as financial statements. However, the securities described in this announcement are not being offered or sold in the United States.