પાનોલી નજીક શંકાસ્પદ SSના વાલ્વ સાથે ૩ શખસોની ધરપકડ કરતી LCB
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી નજીક આવેલ બાકરોલ ગામ બ્રિજ પાસેની એક દુકાન માંથી ક્રાઇમ બ્રાંચ પોલીસે શંકાસ્પદ ૨૮૦ કિલો ગ્રામ એસ.એસના વાલ્વ સાથે ૩ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ભરૂચ જીલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને ડામવા માટે જીલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જીલ્લાના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે,તેમજ ગુનાખોરીને અંજામ આપતા તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે.તેવામાં ભરૂચ એલસીબીની ટીમને વધુ એક સફળતા હાંસિલ થઈ છે.
ભરૂચ એલસીબીના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જીલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ ગામ બ્રિજ પાસેની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ એલસીબી ટીમના દરોડા દરમ્યાન ૨૮૦ કિલો ગ્રામ જેટલા એસ.એસના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા.જે મામલે એલસીબી ની ટીમ દ્વારા સારંગપુર અને બાકરોલના ૩ શખ્સોની ધરપકડ કરી તમામ પાસેથી કુલ રૂ.૮૩,૨૦૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.