રાયોટિંગના ગુન્હાના ૪ આરોપીને કોમ્બિંગ કરી LCBએ દબોચી લીધા
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનો ઝડપથી ઉકેલવા સ્થાનીક પોલીસતંત્ર અને વિવિધ એજન્સીઓ દોડાદોડ કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે મેઘરજ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગના ગુન્હામાં છેલ્લા ૭ મહિનાથી પોલીસને હાથતાળી આપી ફરાર ૪ આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુન્હામાં ફરાર ૪ આરોપીને દબોચી લેવા બાતમીદારો સક્રિય કર્યા હતા ચારેય આરોપીઓ મેઘરજમાં ઘરે આવ્યા હોવાની બાતમી મળતા એલસીબી
પોલીસે મેઘરજના રહેણાંક વિસ્તારમાં કોમ્બિંગ કરી ચારેય આરોપીઓને દબોચી લેતા આરોપીઓ અને તેમના પરિવારજનોના મોતિયા મરી ગયા હતા એલસીબી પોલીસે ચારે આરોપીની અટક કરી મેઘરજ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી.
રાયોટીંગના ગુન્હામાં નાસતા-ફરતા ૧)મુસ્તુભાઈ ઉર્ફે મુસ્તુફા ઇશાકભાઈ બાકરોલીયા, ૨)સાહિદ હબીબભાઇ ભાયલા, ૩)ઈમ્તિયાઝ ભીખાભાઇ બાકરોલીયા, ૪)સાહીલ સફીભાઈ બાકરોલીયા (તમામ રહે,મેઘરજ)ને ઝડપી લીધા હતા.