ખેડા નજીક કુરિયરમાં થયેલી દારૂની ડીલીવરીને LCB પોલીસે પકડી પાડી
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા એલસીબી પોલીસે ખેડા નજીક કનેરા પાસેના ગોડાઉનમાં કુરિયરમાં આવેલ વિદેશી દારૂની ૪૧ બોટલો રૂપિયા ૨૦,૫૦૦ નો દારૂ જપ્ત કરી કુરિયર મોકલનાર અને કુરિયર સ્વીકારનાર બંને સામે ગુનો દાખલ કર્યો છે
આ અગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસ ખેડા ટાઉનપો.સ્ટે. વિસ્તારમાંખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન કનેરા ગામ હાઇવે પાટીયા રોડ ઉપર આવતા એવી બાતમી મળી હતી કે પેલેડીયમ લેજીસ્ટીક પાર્ક, વેર હાઉસની અંદર આવેલ અસ્વીકા નામના ગોડાઉનમાં કુરિયર મારફતે દારૂની ડીલેવરી થઈ રહી છે કુરીયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા રાજનસિંહ ચૌહાણ રહે. વીજાપુર, મહેસાણા ના નામના કુરીયરના પાર્સલોમાં ચોરીછુપીથી વિદેશી દારૂનો જથ્થો મોકલેલ છે
અને તે કુરીયરના બોક્સ હાલ ડીલીવરી કુરીયરના ગોડાઉનમાં છે. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો ગોડાઉનમાં સીક્યોરીટી ઓફીસર તરીકે ફરજ બજાવતા કાર્તિકભાઈ જશવંતભાઈ પટેલ ઉ.વ.૨૭ રહે. નરોડા, હંસપુરા એ/૭૦૧, પાવન રેસીડન્સી, પ્રતિષ્ઠા આઇકોન પાસે, અમદાવાદ હાજર હતા પોલીસે તેમને આ બાતમી ની જાણકારી હતી
અને બાદમાં ડીલીવરી કુરીયર કંપનીમાં તપાસ કરાવતા રાજનસિંહ ચૌહાણ રહે, વીજાપુર, મહેસાણા ના નામનું કુરીયર (બે બોક્સ) મળી આવ્યા હતા જે બે બોક્સમાં કુરીયર કંપનીના એક્સ-રે મશીનમાં તપાસ કરાવતા બે બોક્સમાં બોટલો હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું જે બન્ને બોક્સ ઉપર કુરીયર લેનાર તરીકે રાજનસિંહ ચૌહાણ રહે.આનંદપુરા ચોકડી, રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક,
વીજાપુર, મહેસાણા- નામ લખેલ હતું કુરીયર મોકલનાર તરીકે લક્ષ્મી ગ્લાસ કંપની, મુ લતાની બીલ્ડીંગ, ૮૭૯/૬, નરેન માર્કેટ, સદર બજાર, ન્યુ દિલ્હી- ના નામનું સ્ટીકર ચોટાડેલ હતુ. આ બોક્સમાંથી વિદેશી દારૂની કુલ-૪૮ બોટલો મળી હતી જેમાં કુલ-૭ બોટલો ટુટેલી હાલતમાં હતી. જે કુલ-૪૧ બોટલો પોલીસે જપ્ત કરી છે જેની કિંમત ?૨૦,૫૦૦ થાય છે પોલીસે કુરિયર મોકલનાર અને કુરિયર સ્વીકારનાર બંને સામે ગુનો દાખલ કર્યો છે.