Western Times News

Gujarati News

ઝઘડિયાના દરિયા ગામેથી એલસીબીએ વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં ત્રણેય પોલીસ મથકની હદમાં વિદેશી દારૂનું વેચાણ મોટાપાયે થઈ રહ્યું છે,જે જીલ્લા એલસીબીની ટીમ દ્વારા એક પછી એક ઝઘડિયા તાલુકામાં છાપા મારી વિદેશી દારૂ ઝડપવામાં આવે છે તેના પરથી ફલિત થાય છે.
ગતરોજ ભરૂચ જીલ્લા એલસીબી ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે ઝઘડિયા થી કડિયા ડુંગર તરફ જવાના રોડ પર દરિયા ગામની સીમમાં એક ઇકો ગાડીમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી બીયર ના ટીમ ભરેલા છે.

બાતમીના આધારે જીલ્લા એલસીબી એ દરિયા ગામની સીમમાં છાપો મારતા ગ્રે કલરની ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જીલ્લા એલસીબી ટીમ દ્વારા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી બીઆરટીન નંગ ૬૭૨ જેની કિંમત ૬૭,૨૦૦ તથા ઈકો ગાડી ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૧૭,૨૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મંગાવનાર જસ્ટિન વિલ્સન વસાવા રહે.દરિયા તા.ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.