એલડી કોલેજમાં રાષ્ટ્રીય એકતા શિબિર (N.I.C) નું આયોજન
એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં તારીખ ૨૭/૬/૨૦૨૨ થી ૩/૭/૨૦૨૨ ના રોજ રાષ્ટ્રીય એકતા શિબિર (N.I.C) નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિર માં ભારતના નવ રાજ્ય અને ગુજરાતની નવ અલગ અલગ યુનિવર્સિટી ના એનએસએસ ના સ્વયંસેવકો અને તે દરેકના પ્રોગ્રામ અધિકારી સાથે કુલ 210 લોકોએ ભાગ લીધો હતો.
સાત દિવસ સુધી ચાલેલા આ શિબિર માં અલગ અલગ રાજ્યો દ્વારા તેમની સંસ્કૃતિને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી અને જેમાં એલડી કોલેજના એનએસએસ યુનિટ દ્વારા વિવિધ પ્રવૃત્તિ ઓ યોજવામાં આવી હતી.
જેમાં એક દિવસ ગાંધીનગરના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી અને બાકીના દિવસોમાં વિવિધ પ્રવૃત્તિઓ, બૌધીક સત્રો, સ્પર્ધાઓ અને બધા રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યો યોજવામાં આવ્યા હતા.
તારીખ ૦૨/૦૫/૨૨૨૨ ના રોજ આ કેમ્પ નો સમાપન સમારોહ યોજાયો હતો.
જેમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો શ્રી ધીરજ કાકડીયા અને તેની સાથે રીજનલ ડાયરેક્ટર ઓફ એનએસએસ ગિરધર ઉપાધ્યાય સર હાજર રહ્યા હતા. આ સમગ્ર કેમ્પનું સંચાલન પ્રોફેસર (ડો.) મેજર ચૈતન્ય સંઘવી દ્વારા થયું હતું.